Surat News: સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. MLA કુમાર કુનાણીએ GMERS અને MBBSના મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં માંગ કરી છે કે તમામ મેડિકલ કોલેજોમાં ફી વધારો પરત ખેંચવામાં આવે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમસ્યા અંગે રજૂઆત કરી.
મેડિકલના વિદ્યાર્થીઓની વહારે આવ્યા ધારાસભ્ય કુમાર કાનાણી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા તેમના પત્ર અને મુદ્દાઓ રજૂ કરવાને લઈને રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરતા હોય છે. પ્રજાને પડતી મુશ્કેલીઓને હંમેશા કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો છે. આ વખતે ફરી તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. GMERS અને MBBSના મુદ્દે લખેલ પત્ર પત્રમાં તેમણે માંગ કરી છે વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે. કારણે આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ ફી વધારાના કારણે અભ્યાસ છોડવાનો વારો આવ્યો છે. તમામ મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે. આ બાબતે વહીવટી તંત્ર વિચારે અને યોગ્ય નિર્ણય લે તેવી રજૂઆત કરી છે.
આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે
આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ
