Gandhinagar News: રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ પીડિતો અને ઉના દલિતકાંડ પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રામાં રાહુલ ગાંધી પણ સામેલ થશે તેમ નિશ્ચિતપણે માનવામાં આવે છે. આ યાત્રાને રાહુલ ગાંધીની ન્યાયયાત્રા સાથે જોડવામાં આવી છે. કોંગ્રેસ સંભવતઃ આ યાત્રાને રાહુલ ગાંધીની પશ્ચિમથી પૂર્વની યાત્રાનો પણ હિસ્સો બનાવી શકે છે.
આ યાત્રા મોરબીથી તારીખ 1 ઓગસ્ટના રોજ ઉપડશે. આ યાત્રામાં પીડિત પરિવારો સાથે પદયાત્રા સ્વરૂપે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે જે ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.
રાજકોટમાં કાલાવડ રોડ પર રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ પોતાની વ્યથા ઠાલવી હતી.
આ પણ વાંચો: સુરતમાં નવી સ્ટાઇલઃ ડોમમાં પાર્ટિશન પાડીને ચલાવાતું હતું કુટણખાનું
આ પણ વાંચો: રાજ્ય સરકારનો શિક્ષકોની સંપત્તિ મામલે મોટો નિર્ણય, સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે
આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી