ગુજરાત/ ધ્રાંગધ્રામાં BJP એ ઉત્સવ નહીં પણ સેવા થકી ઉજવ્યો ખુશીનો પ્રસંગ

કેન્દ્ર સરકારે આજે સફળ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે પાર્ટી કાર્યકર્તાઓને એક ખુશી હોય પણ ગુજરાતમાં કોરોના મહામારી એ અનેક જીવ લીધા સાથે તાઉતેં વાવાઝોડાએ પણ એના કહેરથી જન સમુદાયને દુઃખી કર્યા છે.

Gujarat Others

@ દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કેન્દ્ર સરકારે આજે સફળ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે પાર્ટી કાર્યકર્તાઓને એક ખુશી હોય પણ ગુજરાતમાં કોરોના મહામારી એ અનેક જીવ લીધા સાથે તાઉતેં વાવાઝોડાએ પણ એના કહેરથી જન સમુદાયને દુઃખી કર્યા છે. ત્યારે ભાજપે આ પ્રસંગને ઉત્સાહના બદલે સેવાકીય કાર્યથી ઉજવ્યો છે.

રાજકારણ / મોદી સરકારનાં 7 વર્ષ પૂર્ણ, કોંગ્રેસે કહ્યુ- આ 73 વર્ષની સૌથી નિષ્ફળ સરકાર

ધ્રાંગધ્રાનાં લોકલાડીલા અને રાજ્ય સરકારનાં 50 મુદ્દા અમલીકરણ સમિતિનાં ચેરમેન IK જાડેજા ગત કોરોનાથી જ પોતાની હાજરી જયારે જયારે પોતાના વતન ધ્રાંગધ્રામાં હોય ત્યારે ત્યારે માસ્ક વહેંચણી, ફ્રૂટ વહેંચણી, કોરોના જાગૃતિ સેમિનાર સાથે વેક્સિનેશનની જાગૃતિનાં સેવાકીય કામ કરતા જ આવ્યા છે. પણ આજે સમગ્ર ભાજપ પાર્ટી માટે એક અલગ ખુશીનો દિવસ હતો એ પ્રસંગે પોતાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા શહેર સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને તેમને સરકારી હોસ્પિટલનાં દર્દીઓમાં ફ્રૂટ વિતરણ કર્યું હતું. દર્દીઓને ખબર અંતર પૂછીને ધ્રાંગધ્રાનાં મુખ્ય 4 રસ્તાઓ પર લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.

બાબા vs મેડિકલ / રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ

આજનાં દિવસે વડાપ્રધાન મોદીનાં મન કી બાત કાર્યક્રમને ધ્રાંગધ્રા શહેર ભાજપ સંગઠન અને સર્વ કાર્યકર્તાઓ એમના નિર્ધારિત શક્તિ કેન્દ્રમાઁ નિહાળશે એ સાથે આ પ્રસંગે IK જાડેજાએ જણાવ્યું કે કોરોના મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, રાષ્ટ્ર્ર એક આપદા નો સામનો કરી રહ્યું હોય આજ નો ખુશીનો દિવસ ઉત્સવના બદલે સેવાકીય કાર્યથી ઉજવવામાં આવ્યો છે.