Not Set/ 3 વર્ષ પહેલા મૃત્યુ પામેલા શખ્સનાં નામનું કોવીસીલ્ડ રસીનું સર્ટીફીકેટ જોવા મળ્યુ

કોરોના ની સામે લાડવા માટે કરોના ની રસી એ એક ઉત્તમ છે ત્યારે હવે આ રસી આપવા માં પણ લોલમલો સામે આવ્યું છે અને કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે, ઉપલેટા માં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધ ને પણ રસી આપી દેવા માં આવી છે, અને તેના નામનું સિર્ટીફીકેટ પણ આપી દેવામાં […]

Top Stories Gujarat Rajkot

કોરોના ની સામે લાડવા માટે કરોના ની રસી એ એક ઉત્તમ છે ત્યારે હવે આ રસી આપવા માં પણ લોલમલો સામે આવ્યું છે અને કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે, ઉપલેટા માં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધ ને પણ રસી આપી દેવા માં આવી છે, અને તેના નામનું સિર્ટીફીકેટ પણ આપી દેવામાં આવ્યું છે, એક મૃતક ને કોરોના ની રસી આપી દેવા નો કિસ્સો બતાવે છે કે રસીકરણ માં શું ચાલી રહ્યું છે ત્યારે સરકારે આ બાબતે જાગૃત થવા ની જરૂર છે.

કિસ્સો  ઉપલેટા નો ના અર્બન હેલ્થ સેન્ટર માં એક 3 વર્ષ પહેલા મૃત પામેલા વ્યક્તિ ને રસી આપી દીધી અને તેનું સિર્ટીફીકેટ પણ ઓનલાઇન આવી ગયું, વાત છે ઉપલેટા ની અહીં સ્વામિનારાણય સોસાયટી માં રહેતા અને 3 વર્ષ પહેલા મૃત્યુ પામેલા હરદાસભાઇ દેવાયતભાઈ કરંગિયા ની, હરદાસભાઇ કરંગિયા 20 ઓગસ્ટ 2018 ના રોજ અવસાન પામ્યા છે અને ઉપલેટા નગરપાલિકા માં તેની નોંધણી પણ કરવા માં આવી ચુકી છે અને તેનું ડેથ સર્ટી પણ આપી દેવામાં આવેલ છે આ અવસાન પામેલા હરદાસભાઇ કરંગિયા ને તારીખ 3જી મેં 2021 ના રોજ ઉપલેટા ની સુરજવાડી માં કોવીસીલ્ડ ની કોરોના રસી આપવા માં આવી હતી, અને રસી કાજલબેન સિંધવ નામના આરોગ્ય કર્મચારી એ આપી નું કોરોના સિર્ટીફીકેટ માં જોવા મળયુ.

મૃતક ને વેક્સીન આપતા વેક્સિનેશન માં કોઈ કૌભાંડ હોવા ની પણ શક્યતા જોવાઈ રહી છે અને સાથે અનેક પ્રસન્ન પણ ઉભા થાય છે, શું મૃતક ના નામે વેક્સીન ની નોંધણી કરી ને બચેલ વેક્સીન બારોબાર કાળાબઝાર માં વેચી નખાવા માં આવે છે, શું કોઈ મલદારો ને કાળાબજાર માં આવી વેક્સીન લગાવી દેવા માં આવે છે, આ કૌભાંડ માં કોણ કોણ સામેલ છે વગેરે પ્રશ્ન પણ ઉપજાવે છે.

વેક્સીન લેવા મટે મૃતક હરદાસભાઇ કરંગિયા ના પુત્ર સંદીપે પોતના મોબાઈલ નંબર ઉપર થી વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાં ભૂલ થી પરિવાર ની તમામ નામ સાથે પોતાના મૃતક પીતાં નું નામ પણ રજીસ્ટર કરાવી દીધું હતું, જયારે મૃતક હરદાસભાઇ ના પુત્રે પોતના વારા માટે વેક્સિનેશન ની સાઈટ ખોલી તો તેમાં તેના પીતાં ને વેક્સીન આપી દીધા નું ખુલ્યું હતું અને તેણે આ બાબતે વધુ આગળ જઈ નં જોતા તેમાં મૃતક હરદાસભાઇ એ વેક્સીન લઇ લીધી નું સિર્ટીફીકેટ પણ જોવા મળ્યું હતું .