rajsthan news/ રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ પર બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, આગ લાગતા 8 ના મોત

રાજસ્થાન (Rajasthan) માં બસ-ટ્રક અથડાતા આગનો કહેર, 8 મુસાફરોના જીવ ગયા

Top Stories India
rajasthan

Rajasthan News: રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવારે મોડી રાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 21 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બસ અને ટ્રક બંનેમાં આગ લાગતાં અનેક મુસાફરોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ રાત્રે અંદાજે 2:30 વાગ્યે બની હતી. ઋષિકેશથી ઇન્દોર જતી ખાનગી સ્લીપર બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોમાં થોડી જ વારમાં આગ ફાટી નીકળી.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાંથી 6 લોકોનું આગમાં દાઝી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકોએ ગંભીર માથાની ઇજાના કારણે જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 21 લોકોને સારવાર માટે દૌસા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટના બાદ સ્થાનિક લોકોએ બચાવ કામગીરી મોડેથી શરૂ થવાના આક્ષેપ કર્યા છે. કેટલાક ગ્રામજનોએ દાવો કર્યો કે બસના લગેજ વિભાગમાં મોટી સંખ્યામાં સિગારેટના પેકેટ રાખવામાં આવ્યા હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી હતી. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બસમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે જણાવ્યું કે બસ ખાનગી હંસ ટ્રાવેલ્સની હતી અને મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે ઋષિકેશથી ઇન્દોર જવા માટે નીકળી હતી. તેમના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ તરત જ બસમાં આગ લાગી ગઈ હતી અને લાંબા સમય સુધી ઘાયલોને સમયસર મદદ મળી નહોતી.

પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરને ઝપકી આવી હોવાની આશંકા

બીજી તરફ, પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બસના ડ્રાઈવરને ઝપકી આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, એક્સપ્રેસવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસનું માનવું છે કે અકસ્માત સમયે બસ વધુ ઝડપે દોડી રહી હોવાની પણ શક્યતા છે.


આ પણ વાંચો: સુરતમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષની મહિલા અને 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: ઝારખંડમાં ટ્રક અને વાહન વચ્ચે ભયાનક અકસ્માત; સંગીત કાર્યક્રમથી પરત ફરતા 7 કલાકારોના મોત

આ પણ વાંચો: ચોમાસામાં અકસ્માતો રોકવા AMCની નવી પહેલ, જોખમી સ્થળો પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે