National News/ ઝારખંડમાં ટ્રક અને વાહન વચ્ચે ભયાનક અકસ્માત; સંગીત કાર્યક્રમથી પરત ફરતા 7 કલાકારોના મોત

ઝારખંડના (Jharkhand)રામગઢ જિલ્લાના રાજરપ્પા વિસ્તારમાં લારી ગામ નજીક મોડી રાત્રે ટ્રક અને વાહન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં સંગીતના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા મરાંગમરચા ગામના 7 કલાકારોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા છે.

NATIONAL Top Stories India
Jharkhand

Jharkhand Ramgarh Accident Updates: ઝારખંડના રામગઢ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. રામગઢ-બોકારો હાઇવે પર ગુરૂવારે મોડી રાત્રે એક મુસાફર વાહન અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં સાત લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તમામ મૃતકો સંગીતના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા કલાકારો હતા અને તેઓ એક જ ગામના હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે.

રાત્રે 12 વાગ્યે હાઇવે પર કાળ સાબિત થઈ ટ્રકની ટક્કર

પોલીસ પ્રશાસન અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર:

આ ભયાનક માર્ગ દુર્ઘટના રામગઢ જિલ્લાના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લારી ગામ નજીક રામગઢ-બોકારો હાઇવે પર રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ બની હતી.

આ અકસ્માતમાં વાહનમાં સવાર કલાકારોમાંથી સાત લોકોના ઘટના સ્થળે જ શ્વાસ થંભી ગયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ તુરંત જ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની નાજુક સ્થિતિને જોતા વધુ સારવાર માટે રામગઢ હોસ્પિટલ રિફર કરાયો છે.

Jharkhand

એક જ મરાંગમરચા ગામના તમામ મૃતકો

પોલીસે(Jharkhand) તપાસ દરમિયાન જણાવ્યું છે કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ સાતેય કલાકારો રાજરપ્પા વિસ્તારના જ ‘મરાંગમરચા’ ગામના રહેવાસી હતા. તેઓ એક સંગીત કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લારી ગામ નજીક કાળમુખી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. એક જ ગામના સાત-સાત આશાસ્પદ કલાકારોના અકાળે મોત થતાં મરાંગમરચા ગામ સહિત આખા પંથકમાં માતમ છવાયો છે અને પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

Jharkhand પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ રાજરપ્પા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. Jharkhand પોલીસે તમામ મૃતકોના શવને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક અને સમગ્ર મામલે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: ઝારખંડમાં મોટી દુર્ઘટના! રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ,  7 લોકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: ઝારખંડ અને રાજસ્થાનમાં ટ્રેલરે સર્જી તબાહી, બે માસૂમ બાળકીઓ સહિત 5 ના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: બિહાર-ઝારખંડમાં બે ભયાનક અકસ્માત, 3 થાણા પ્રભારી સહિત 9ના મોત