National News/ ઝારખંડ અને રાજસ્થાનમાં ટ્રેલરે સર્જી તબાહી, બે માસૂમ બાળકીઓ સહિત 5 ના કમકમાટીભર્યા મોત

ઝારખંડના હઝારીબાગ અને રાજસ્થાનના રાજસમંદમાં રવિવારે વહેલી સવારે બે ભયાનક રોડ અકસ્માતો(Accident) સર્જાયા છે. બેકાબૂ ટ્રેલરોની ટક્કરને કારણે બે બાળકીઓ સહિત 5 લોકોના મોતની વિગતવાર માહિતી વાંચો.

NATIONAL Top Stories India
Accident

Hazaribagh Rajsamand Accident:  ઝારખંડ અને રાજસ્થાનમાં રવિવારે વહેલી સવારે બે અલગ-અલગ ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે. હાઈવે પર બેકાબૂ સ્પીડે દોડતા ટ્રેલરોની ટક્કરથી બે માસૂમ બાળકીઓ સહિત કુલ 5 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

ઝારખંડ: હોટેલ બહાર ઊભેલા વાહનો પર ટ્રેલર ફરી વળ્યું

ઝારખંડના(Accident) હઝારીબાગ જિલ્લાના ચરહી નેશનલ હાઈવે (NH) પર રવિવારે સવારે આશરે 6 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો. ઈંટો ભરીને તેજ રફતારે જઈ રહેલું એક ટ્રેલર અચાનક કાબૂ બહાર ગયું હતું અને રસ્તા કિનારે હોટેલ પાસે ઊભેલા ત્રણ વાહનો સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલરમાં સવાર બે લોકોના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક ટ્રક ચાલક ત્યાં ચા પીવા ઊભો હતો, ત્યારે જ આ કાળમુખા ટ્રેલરે તેને અડફેટે લીધો હતો.

રાજસ્થાન: બે દીકરીઓ અને યુવકનું મોત(Accident)

બીજી તરફ, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના સેલાગુડા ગામ નજીક એક બેકાબૂ ટ્રેલરે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં(Accident) બાઇક પર સવાર બે માસૂમ બાળકીઓ અને એક યુવકનું દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા અને અન્ય એક બાળકી ગંભીર રીતે ઘાયલ છે. ગરમીની રજાઓ (વેકેશન) હોવાથી આ મહિલા પોતાના બાળકો સાથે પીહર આવી હતી, જ્યાં આ અકસ્માત નડ્યો હતો.

નોંધનીય છે કે, આના એક દિવસ પહેલા જ 23 મેના રોજ રાજસ્થાનના અલ્વર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક સ્લીપર બસ પલટી જતાં 40 મુસાફરો ઘાયલ થયા હતા.


આ પણ વાંચો:રાજસ્થાનમાં ભીષણ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર ટ્રકમાં ઘૂસી ગઈ, 18 યાત્રાળુઓના મોત

આ પણ વાંચો:રાજસ્થાનમાં બનાસકાંઠાના યાત્રાળુઓની કારનો અકસ્માત: 3ના મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:રાજસ્થાનના કોટામાં ઇમારત ધરાશાયી, 2નાં મોત, 13થી વધુ ઘાયલ; બચાવ કામગીરી તીવ્ર