Vadodara News/ સાવલીના લામડાપુરા ગામેથી સગીરનું અપહરણ, મંજુસર પોલીસ મથકે ગુનો દાખલ

Vadodara ના સાવલી તાલુકાના લામડાપુરા ગામેથી 22 મેના રોજ એક સગીરનું અપહરણ થયું છે. મંજુસર પોલીસે નવસાદ ખાનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Gujarat Top Stories Vadodara
Savli Vadodara Minor Kidnapping Case

Savli Vadodara Minor Kidnapping Case: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામેથી એક સગીરનું અપહરણ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ચકચારી બનાવ અંગે મંજુસર પોલીસ મથકે (Manjusar Police Station) વિધિવત રીતે અપહરણનો ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Vadodara: 22 મેના રોજ થયું સગીરનું અપહરણ

મળતી વિગતો અનુસાર, સાવલીના લામડાપુરા ગામે રહેતા નવસાદ ખાને આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત 22 મેના રોજ તેમના સગીર વયના બાળકનું કોઈ અજાણ્યો શખ્સ કોઈ અકળ કારણોસર અપહરણ કરી ગયો છે. સગીર વયનું બાળક ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં આખરે પોલીસના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

નવા કાયદા (BNS) હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

લામડાપુરાના રહીશ નવસાદ ખાનની ફરિયાદના આધારે મંજુસર પોલીસે અપહરણ કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સગીર વયના બાળકના અપહરણની ઘટનાને પગલે સાવલી પંથકમાં ચકચાર મચી ગઈ

મંજુસર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરીને સગીર બાળકને વહેલી તકે હેમખેમ શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા

આ પણ વાંચો: વડોદરામાં પેરોલ જમ્પ હિસ્ટ્રીશીટરે મહિલાનું કર્યું અપહરણ

આ પણ વાંચો: વડોદરામાં સાવલીમાં વિધર્મી યુવાને સગીરાનું અપહરણ કર્યુ