Surat News/ ગુણાતીતાનંદ સ્વામીએ વીરપુર વિસામો લીધો હોવાની એક PDF વાયરલ

સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં એક PDF શેર કરવામાં આવી છે, જેમાં સંતશ્રી જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: જ્ઞાન પ્રકાશની ટિપ્પણીથી લોહાણા સમાજમાં ભયંકર રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજનીએ એક જ માંગ છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માગે. આ વધ વચ્ચે સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદન મુદ્દે નવો વળાંક સામે આવ્યો છે. સ્વામી દ્વારા આપવામાં આવેલ વિવાદિત નિવેદન તેઓએ અમદાવાદ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાને દ્વારા બહાર પાડવામાં આવેલ ચોપડીમાં લખેલું વાક્ય વાંચ્યું હોવાનું સામે આવ્યું છે. જણાવીએ કે, સદ્ગુરુ ગાથા ભાગ-1 નામની ચોપડીનું લખાણ તેઓએ વાંચ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચોપડી સ્વામી માધવપ્રિયદાસજીએ લખી છે. લખાણવાળી ચોપડીની PDF પણ હાલ સામે આવી છે. ચોપડીમાં જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આર્શિવાદ લીધાનો ઉલ્લેખ કરવામો આવ્યો છે. આ ચોપડી વર્ષ 2014માં બહાર પાડવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝ PDF બાબતે કોઈ જ પુષ્ટિ કરતુ નથી.

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં એક PDF શેર કરવામાં આવી છે, જેમાં સંતશ્રી જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. PDFમાં અખબારના કટિંગ પણ શેર કરવામાં આવ્યા છે. પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત શ્રી જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંતમંડળને જમાડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિનપ્રતિદિન વધતી જશે એવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા PDFમાં શેર કરવામાં નથી આવ્યા.

મહત્વનું છે કે, સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા કહ્યુ કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે. જો કે, બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો ભગવાન પર વિવાદિત નિવેદન આપતા વીડિયો વાયરલ

આ પણ વાંચો:વધુ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામિ આવ્યા વિવાદમાં, 26 વર્ષીય પરણિતાને લઈને ફરાર

આ પણ વાંચો:સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સંતે કર્યો બફાટ, નવરાત્રિને ગણાવી લવરાત્રિ