Surat News: સુરતના (Surat) મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, આ ઘટનામાં એક કાર ચાલકે ત્રણથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આપને જણાવી દઈએ અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે મહિલાઓને ઈજા અને અન્ય વાહનોને નુકસાન થયું હતું.આ બાબતે ઉત્તરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના બની, જેના કારણે રસ્તા પર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કાર ચાલકે ત્રણથી વધુ વાહનોને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવારને ટક્કર મારતાં બાઇક ચાલક રોડ પરથી નીચે પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને નંબર પ્લેટના આધારે કાર ચાલકને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

વરાછામાં મોપેડ અને બે બાઇકને ટક્કર મારનાર કારનો ચાલક ફરાર થઇ ગયો છે અને આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક જ્યાંથી ભાગી ગયો હતો તે રોડના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે.
હિટ એન્ડ રન પર આ નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના બને છે તો ડ્રાઈવરને 10 વર્ષની જેલની સજા થશે. આ ઉપરાંત તેણે દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ, જો કોઈ કાર કોઈની સાથે અથડાય છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા
આ પણ વાંચો: સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના આત્મહત્યાના મામલે સ્કૂલને ક્લીન ચિટ, પણ બીજી પોલ ખુલી
આ પણ વાંચો: સુરત બાદ કચ્છમાં પણ 15 વર્ષીય સગીરાની આત્મહત્યા
