Una news/ ગીર ગઢડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં લોલમલોલ

ગીરગઢડાના સી એચ સી કેન્દ્ર અને હાલ સબડિસ્ટીકટ હોસ્પિટલમાં ભૂતિયા કર્મચારીઓને લઈને મામલો પ્રકાશમાં આવ્યો.

Top Stories Gujarat Others

Una News: ગીરગઢડાના સી એચ સી કેન્દ્ર અને હાલ સબડિસ્ટીકટ હોસ્પિટલમાં તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટના સમય દરમ્યાન સ્પેરો એન્ટર પ્રાઈઝ નામે સરકારના આરોગ્ય વિભાગમા કરાર આધારિત કર્મચારી પુરા પાડતી હોય તેમાં વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૨ દરમિયાન ત્રણ કર્મચારીની ભરતી કરાયેલ હતી. તે પણ હાલ હોસ્પિટલમાં ફરજબજાવતા કર્મચારીના સગાંસંબંધીઓની મુંગા મોઢે ભરતી કરી લેવાયાં બાદ આ કર્મચારી ક્યારેય હોસ્પિટલમાં ફરજો બજાવ્યા વગર તેની હાજરી પુરાતી રહી અને પગાર ચુકવાતા રહ્યા હતા.

આ ઘટનાનો પર્દાફાશ નવા આવેલા ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટને ગીરગઢડા કિશાન સંધના પ્રમુખે લેખીત અરજી કરી લાગવગ થી ભરાયેલાં કર્મી ક્યારેય હોસ્પિટલમાં આવતાં નહીં હોવાથી તેની સામે તપાસની માંગણી કરાતાં તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટનાં પત્નીને છુટાં કરી દેવાયાં હતાં તેમ છતાં બે કર્મી હજું પણ પોતાની ફરજ બજાવતાં નહીં હોવાનું ત્યાંના જ અન્ય કર્મી અધિકારી એ મીડીયા સમક્ષ કબૂલાત કરી હતી.

સમગ્ર બાબતે તપાસ કરતા એવી હકીકત રેકર્ડ આધારીત બહાર આવેલ હતી કે તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ યોગેશભાઈ જેઠવાનાં સમય દરમિયાન તેમનાં પત્ની વંદનાબેન એ કરાર આધારિત એજન્સી દ્વારા ૧/૧૨/૨૦૨૨માં પટ્ટા વાળા તરીકે ભરતી કરાય હતી. તેમજ આ હોસ્પિટલના અન્ય કર્મચારીની પત્નિ વાઢેર કમલાબેન દાનાભાઈ ની જુનિયર ક્લાર્ક તેમજ અન્ય એક કર્મચારી પ્રેમજીભાઈની પત્નિ ભાવના બેનને આયા સિપર તરીકે લેવાયાં હતાં આ સમગ્ર ભરતી બંધ બારણે એજન્સીને ભલામણથી આઉટ સોર્સ ભરતી કરાયાં પછી પટ્ટાવાળા તરીકે વંદનાબેન ક્યારેય હોસ્પિટલમાં આવ્યા જ નહીં હોવા છતાંય તેની હાજરી રજીસ્ટરમાં ડીસેમ્બર ૨૦૨૨ થી જુલાઈ ૨૦૨૪નો પગાર ચુકવવામાં આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલને અપગ્રેડ કરી સબ ડિસ્ટીકટ હોસ્પિટલમાં રુપાંતર થતાં વધુ કર્મીની આઉટસોર્સિંગ ભરતી કરાયેલ જેમાં તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ નાં પત્ની વંદનાબેન ને જુલાઈ ૨૦૨૪થી ઓક્ટોબર સુધી આઈ.સી.ઈ.જી તરીકે ટેકનિસિલ તરીકે ફરજ બજાવયા વગર પગાર ચુકવાયો હોવાનું રેકર્ડ પર માહિતી જોવાં મળી હતી.

ગંભીર સવાલ તો ત્યાં ઊઠ્યા હતા કે કોઈ પણ કચેરીમાં સુપ્રિટેન્ડેન્ટ કક્ષાએ અધિકારી હોય તેમની પત્નિ પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે તે અધિકારીને પસંદ પડે ખરૂં?? અન્ય બે કર્મી પણ હોસ્પિટલમાં ક્યારેય આવતાં નહીં હોવાનું ખુદ વર્તમાન હોસ્પિટલનાં ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટ સેતા પાર્થએ મિડીયા સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે ગીરગઢડા તાલુકા કિશાન સંધનાં પ્રમુખ ભરતભાઇ રૂપાલાની ફરીયાદ આવતાં તપાસ કરતાં તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટનાં પત્ની ક્યારેય હોસ્પિટલમાં આવ્યા નથી. એટલે ૨૮ ઓક્ટોબરનાં એજન્સીને રીપોર્ટ કરી ૩૧ નવેમ્બરના રોજ છુટાં કરી દેવાયાં હતાં તેમ છતાં હાજરી પત્રકમાં તેમની સહી કરાયેલ હોવાનું જોવા મળ્યું હતું.

ગીરગઢડા નાં હરમડીયા પી એચ સી કેન્દ્ર માં આશા વર્કરનાં લગ્ન થઈ ગયાં પછી પણ તેમનાં નામે પગાર ચુકવાયાનાં ભોપાળાં બહાર આવ્યા છે તેની તપાસ ચાલી રહીં છે ત્યાંજ ગીરગઢડા ની સબ ડિસ્ટીકટ હોસ્પિટલમાં તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટના ધર્મ પત્નિ સહિત ત્રણ કર્મીના પગાર બોગસ ચુકવાતા હોવાની ફરીયાદો ઉઠી હતી અને ત્યાં પણ આવુંજ કૌભાંડ આચરાયું હોવાનાં કારણે હજારો બે રોજગાર લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અનેક ઊમીદો સાથે નોકરી મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે અને અધિકારી પોતાનાં ઘર નાં સભ્યો ને મુંગા મોઢે ગોઠવી સરકાર નો પગાર કામ કર્યા વગર ઉઠાવી ગેરરીતીઓ આચરી રહ્યા હોય તેની સામે કાર્યવાહી કરવાં માંગણી ઉઠવા પામી છે.

@ કાર્તિક વાજા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ

આ પણ વાંચો: હનીટ્રેપમા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને લૂંટનો મદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક યુવાન હનીટ્રેપની જાળમાં, વીડિયો બનાવી 7 કરોડ રૂ. પડાયા હોવાની ચર્ચા