Not Set/ IPL 2018 : ગેઈલની તૂફાની સદીના કારણે પંજાબે ૧૫ રને મેળવી ધમાકેદાર જીત

મોહાલી, મોહલીના પીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ૧૫ રને શાનદાર વિજય મેળવ્યો છે. પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૮ રન બનાવી શકી હતી અને પંજાબની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત હાંસલ કરી […]

Top Stories

મોહાલી,

મોહલીના પીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ૧૫ રને શાનદાર વિજય મેળવ્યો છે. પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૮ રન બનાવી શકી હતી અને પંજાબની ટીમે ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત હાંસલ કરી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબના શાનદાર વિજયના હિરો કેરેબિયન સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિશ ગેઇલ, કરુણ નાયર અને ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઈ રહ્યા હતા. પરંતુ ગેઇલને તેની શાનદાર સદીના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ જીતીનેને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૧૯૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. પંજાબ તરફથી કેરેબિયન સ્ફોટક પ્લેયર્સ ક્રિશ ગેઇલ અને લોકેશ રાહુલની જોડીએ પ્રથમ વિકેટ માટે ૫૩ રન જોડ્યા હતા. કે એલ રાહુલ ૧૮ રન બનાવી આઉટ થયો હતો પરંતુ ક્રિશ ગેઇલે ટીમનો એક છેડો સાચવી રાખતા IPL ના ઇતિહાસની છઠ્ઠી અને ૨૦૧૮ની સિઝનની પ્રથમ સદી ફટકારી હતી. ગેઇલે માત્ર ૬૩ બોલમાં ૧૧ સિકસર સાથે અણનમ ૧૦૪ રન ફટકાર્યા હતા.

મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરે પણ ૨૧ બોલમાં ૩૧ રન ફટકાર્યા હતા. જ્યારે હૈદરાબાદની ટીમ તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કોલે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

પંજાબ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા SRHની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને વિકેટકીપર બેટ્સમેન રીધ્ધિમાન સહા માત્ર ૬ રન નોધાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે અન્ય સાથી ઓપનર શિખર ધવન માત્ર ૧ બોલ રમી રિટાયર્ડ હર્ટ થતા ટીમને મોટો ફટકો પડ્યો હતો.

સહાના આઉટ થયા બાદ મેદાને આવેલા કેપ્ટન કેન વિલિયમસન અને મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતા. કેન વિલિયમસને ૪૧ બોલમાં ૫૩ જયારે મનીષ પાંડેએ ૪૨ બોલમાં ૫૭ રન બનાવ્યા હતા. જયારે મેચની અંતિમ ઓવરમાં ઓલરાઉન્ડર સાકિબ ઉલ હસને ૧૨ બોલમાં ૨ સિક્સર સાથે ૨૪ રન ફટકાર્યા હતા. પંજાબ તરફથી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઈ અને મોહિત શર્માએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.