Ahmedabad News/ AMCના કતલખાના બનાવવાના નિર્ણય સામે ભાજપના ધારાસભ્ય લાલચોળ, કહ્યું- ‘નિર્ણય પરત લો’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ડ્રાફ્ટ બજેટમાં શાહવાડીમાં નવા કતલખાના માટે ₹32 કરોડ ફાળવાયા. ભાજપના ધારાસભ્ય અમિત શાહે નિર્ણય પરત લેવા કરી માંગ.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad AMC Budget Slaughterhouse Controversy

AMC Budget Slaughterhouse Controversy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27 ના ડ્રાફ્ટ બજેટમાં શહેરના શાહવાડી વિસ્તારમાં નવું કતલખાનું બનાવવા માટે રૂપિયા 32 કરોડની ફાળવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ નિર્ણય સામે ખુદ ભાજપના જ ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો છે અને આ જોગવાઈ પરત લેવાની માંગ કરી છે.

123 વર્ષ બાદ નવા કતલખાનાનું આયોજન

અમદાવાદમાં છેલ્લે વર્ષ 1903માં જમાલપુર ખાતે કતલખાનું બનાવવામાં આવ્યું હતું, જે બાદ હવે લગભગ 123 વર્ષ પછી મનપા દ્વારા નવું અને અત્યાધુનિક કતલખાનું બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નવું કતલખાનું શાહવાડી વિસ્તારમાં અંદાજે 16,000 સ્ક્વેર મીટર એરિયામાં નિર્માણ પામશે, જેના માટે બજેટમાં ₹32 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને સરકારી ગાઈડલાઈન અને તમામ આધુનિક પાસાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનું આયોજન મનપા દ્વારા હાથ ધરાયું છે.

પોતાની જ સરકારના નિર્ણય સામે ધારાસભ્યનો વિરોધ

એલિસબ્રિજ બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અથવા રજૂઆત કરી આ નિર્ણયને તાત્કાલિક અસરથી પરત લેવાની માંગણી કરી છે. ધારાસભ્યના વિરોધ બાદ આ મામલે ભાજપ સંગઠન અને મનપાના હોદ્દેદારોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

AMC બજેટ પૂર્વે રાજકીય ગરમાવો

સામાન્ય રીતે કોર્પોરેશનના બજેટમાં વિકાસલક્ષી કામોની ચર્ચા થતી હોય છે, પરંતુ આ વખતે કતલખાના માટેની મોટી રકમની ફાળવણીએ સામાજિક અને રાજકીય વિવાદ છેડ્યો છે. આવનારા દિવસોમાં બજેટની બેઠક દરમિયાન આ મુદ્દે વધુ હંગામો થવાની શક્યતા છે.


આ પણ વાંચો: અમદાવાદ : ધંધુકા પોલીસે કતલખાને લઈ જવાતા 20 ગૌવંશને બચાવ્યા

આ પણ વાંચો:AMC દ્વારા ખોદાયેલ ખાડામાં પડતાં બે ગાયોના મોત, એન્જિનિયરિંગ વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી

આ પણ વાંચો:અમદાવાદની પોળોનો બદલાશે નજારો! AMC રૂ. 37 કરોડના ખર્ચે હેરિટેજ વૉકને આપશે નવું રૂપ