Junagadh News/ જૂનાગઢના મોતીબાગમાં એકતરફી પ્રેમનો ભયાનક અંત, યુવકે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું

જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાંથી એક દિલ ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. એકતરફી પ્રેમમાં ફસાયેલા યુવકે ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશનની ઓફિસમાં જાતે જ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે ભડથું થઈ ગયેલા યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Gujarat Top Stories Others
Junagadh news

જૂનાગઢના (Junagadh) મોતીબાગ વિસ્તારમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક  તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ જાતે જ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું છે. આ ઘટના ‘ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન’ ઓફિસમાં બની બતી જેને લઈને વિસ્તારમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ બનાવમાં યુવક ભડથું થઈ જતા ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. પુત્રની આ હાલત જોઈને પિતાને પગ નીચેથી જમીન ખસી  ગઈ હતી.

Junagadh: રિદ્ધી સાબિર નામની મહિલા સાથે હતો પ્રેમ સંબંધ

આ ઘટનાને પગલે જૂનાગઢમાં ચકચાર મચી ગઈ હતી. આ યુવક સાબિર સિદ્ધિ નામની યુવતી સાથે પ્રેમમાં હતો. મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરાનો રિદ્ધિ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ પ્રકરણને લઈને 4 મહિનાથી પરિવારમાં ભારે તણાવ ચાલતો હતો. આ પહેલા પણ યુવકે આ બાબતને લઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ સમયે સાબિરના કહેવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી.

Junagadh: પ્રેમિકા અને તેના પતિએ દીકરાને મરવા મજબૂર કર્યો: પિતા

પરિવારે આરોપ લગાવતા કહ્યું કે આ છોકરીના પતિ અને તેના માણસો દ્વારા યુવકને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાબિરની દુકાને આવીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર આજે સાંજે સાબિર અને છોકરી બંને મોતીબાગ કોમ્પ્લેક્સમાં ગયા હતા. જ્યાં સાબિરને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો.

Junagadh: પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

આ ઘટના બાદ મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે મહિલા અને તેના પતિએ જ સાબિરને આત્મહત્યા કરવા માટે મજબુર કર્યો છે. ત્યારે પરિવારે વધુમાં કહ્યું કે પોલીસ જવાબદારો સામે કડક કાર્યવાહી ન કરે અને તેમની ધરપકડ ન કરે  ત્યાર સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ પોલીસે 24 કલાકની અંદર ફરિયાદ નોંધવાની ખાતરી આપતા મામલો શાંત પડી ગયો હતો અને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.

Junagadh: પરિવારની મુખ્ય માંગ

આ ઘટના અંગે પરિવારે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની હકીકત બહાર આવે અને જે પણ દોષિતો છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. જો કે  આ મામલે હાલ પોલીસની કાર્યવાહી અને ભૂમિકા અને સૌની નજર છે.


આ પણ વાંચો:દિવાળીના તહેવારમાં દુઃખદ ઘટના: બાઇકની માંગણી નકારાતાં જૂનાગઢના યુવાનની આત્મહત્યા

આ પણ વાંચો:જૂનાગઢના યુવાનની આત્મહત્યા, ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

આ પણ વાંચો:નાગઢના યુવકની લગ્નને માંડ મહિનો થયો હતો ત્યાં આત્મહત્યા