Valsad News/ વલસાડમાં નાનકડા બાળકનો ચમત્કારિક બચાવ, એક રૂપિયાનો સિક્કો ગળી જતા મચી ગયો હડકંપ

વલસાડ જિલ્લાના ગુંદલાવ વિસ્તારમાંથી માતા-પિતાને ચેતવણી આપતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક નાનકડા બાળકે એક રૂપિયાનો સિક્કો ગળી લેતા તેની અન્નનળીમાં સિક્કો ફસાઈ ગયો હતો.

Gujarat Top Stories Others
Valsad News

વલસાડમાં (Valsad )માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગુંદલાવમાં રમત રમતમાં એક બાળકે એક રૂપિયાનો સિક્કો ગળી લીધો હતો. બાળકની અન્ન નળીમાં આ સિક્કો સફાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. વલસાડની (Valsad ) સિવિલ હોસ્પિટલમાં બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.

 

મળતિ માહિતી મુજબ બુધવારે સાંજે ગુંદલાવના સાઈનગર વિસ્તારમાં રહેતા શિવલાલ મહતોનો બાળક ઘરે રમી રહ્યો હતો. આ સમયે તેને અચાનક સિક્કો મોઢામાં નાખી દીધો અને ગળી ગયો હતો. બાળક સિક્કો ગળી જતા ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

Valsad: પરિવારે બાળકને હોસ્પિટલ ખસેડ્યો

બાળક સિક્કો ગળી ગયો હોવાની જાણ પરિવારના સભ્યોને થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકને બુધવારે દાખલ કરતા જ તેને ENT વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. એક્સ-રે તપાસમાં સિક્કો બાળકની અન્નનળીમાં ફસાયેલો હોવાનું સ્પષ્ટ થયું હતું.

valsad
valsad

બાળકની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને ડોક્ટરોની ટીમે તેનું તાત્કાલીક ઓપરેશ કર્યું હતું. બાળકની શ્વાસ નળીમાંથી સિક્કો બાહર કાઢવામાં આવ્યો હતો.હાલ બાળકની તબિયત સ્થિર છે અને તેમાં સુધારો જોવા મળી રહ્યો છે.

Valsad: ડોક્ટરની માતા-પિતાને અપિલ

બાળકોની આસપાસ નાની વસ્તુઓ ન રાખવી જેથી બાળક ગળી જાય, જો આવી કોઈ ઘટના બને તો સમયનો વેડફાડ કરયા વગર બાળકોને હોસ્પિટલ લઈ જવા. સાથે જ વલસાડમાં પરિવારે બાળકનો જીવ બચાવવા માટે આભાર માન્યો.


આ પણ વાંચો:વલસાડમાં વિધર્મી યુવાને 3 વર્ષની બાળકી સાથે અડપલા કરતાં લોકોએ ઘેરાવો કરતા અંતે ઝડપાયો

આ પણ વાંચો:વલસાડ રેલવે સ્ટેશનના ટોયલેટમાં મળેલી નવજાત બાળકી કેસમાં મોટો ખુલાસો: માતા-પિતા સહિત 4 ઝડપાયા

આ પણ વાંચો:વલસાડમાં પતિ-પત્નીએ બાળક સહિત ટૂંકાવ્યું જીવન