Valsad News: વલસાડ (Valsad)ના ઉમરગામ (Umargam)માં સામૂહિક આપઘાત (Suicide)નો કિસ્સો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. સોળસુંબા ગામમાં પતિ-પત્ની અને બાળકે આપઘાત કરતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો. જ્યાં પતિ-પત્નીએ તેમના બે વર્ષના બાળકની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. જ્યારે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ ડીએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિવારે આત્મહત્યા શા માટે અને કેવી રીતે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ઉમરગામ પોલીસે ત્રણેયના મૃતદેહનો કબ્જો મેળવી લીધો છે અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી આપવામાં આવ્યું હતું બાદમાં પતિએ ફાંસી લગાવી આપઘાત કર્યો હતો. જોકે, પોસ્ટોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.
અગાઉ પાલનપુર (Palanpur) પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત (Mass Suicide) કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું હતું.
સોલંકી પરિવારમાં રહેતા મનીષ સોલંકી, તેમના પત્ની રીટા સોલંકી, દીકરી કાવ્યા સોલંકી, બીજી દીકરી દીક્ષા સોલંકી, દીકરો કુશલ સોલંકી, પિતા કનુભાઈ સોલંકી અને માતા શોભનાબેન સોલંકી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વની વાત છે કે મનીષ ઉર્ફે શાંતિલાલ સોલંકી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોલંકી પરિવારના આપઘાતની ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.
પંચમહાલના મોરવા હડફમાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની હતી. જેમાં પિતાએ તેમના બે પુત્રો સાથે ડુવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી કુવામાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ બનાવની વિગત મુજબ મોરવા હડફમાં ખાબડા ગામમાં પિતાએ બે પુત્રો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે પિતાએ પુત્રો સાથે આ અંતિમ પગલું ભર્યું હતું.
આ પણ વાંચો:સુરતમા પરિવારે કર્યો સામૂહિક આપઘાત,ઘર માંથી મળી સુસાઇડ નોટ
આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’
આ પણ વાંચો:અમદાવાદમાં મહંતના આપઘાત મામલે થયાં ખુલાસા, ‘મંદિર તોડવાનું દબાણ હતું’