Gandhinagar News/ પ્રજાની કમર તોડી નાખતું ‘ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ, 2025’

નવા સુધારા બિલમાં કેટલીક જોગવાઈમાં ઓછામાં ઓછો રૂપિયા 10 હજારનો દંડ ભરવાો પણ ઉલ્લેખ છે. ક

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)માં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બિલ (Gujarat Stamp Amendment Bill) રજુ કરાયું છે. એટલે કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ  62-ક (3), 9માં ઉલ્લેખિત જોગવાઈનું પાલન ન કરનાર કે સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) વસૂૂલીને જમા કરાવવામાં નિષ્ફળ જવું અથવા ખોટી માહિતી આપવા બદલ દંડમાં વધારો ઝીંક્યો છે. રૂપિયા 200ના બદલે હવે 1 લાખ કરાતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારે ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ, 2025 વિધાનસભામાં રજુ કર્યુ છે. બિલમાં અધધધ રૂપિયા 1 લાખ કરાતાં ડ્યુટી ન ભરતાં લોકો માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ દંડની રકમ રૂપિયા 200 હતી તે વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. નવા સુધારા ખરડામાં આ જોગવાઈ દાખલ કરાતા સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરનારાઓએ હવે ચેતી જવું પડશે.

નવા સુધારા ખરડા બિલ (New Bill)માં કેટલીક જોગવાઈમાં ઓછામાં ઓછો રૂપિયા 10 હજારનો દંડ ભરવો પણ ઉલ્લેખ છે. કલમ 62 Aની કલમ 1 થી 3માં રૂપિયા 200ના બદલે 50 હજાર કરવામાં આવી છે. તેમજ દંડની જંગી રકમ જાળવીને રકમમાં ઘટાડો કરવાની કલેક્ટર (Collector)ને સૂચના આપવામાં આવી છે.

કલમ 62-A ના પ્રથમ વખત ઉલ્લંઘન માટે 500 રૂપિયા દંડ (Fine) ફટકારવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. દોષિત ઠરનાર વ્યક્તિને 5,000 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. કલમ 62-A ની જોગવાઈઓનું બીજી વખત ઉલ્લંઘન કરવા બદલ 1,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે. ત્રીજી વખત અને ત્યારબાદ એક જ ગુનો કરવા બદલ 2,000 રૂપિયાના દંડ અને બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

નવાઈની વાત એ છે કે કોર્ટને જેલની સજા ફટકારવાનો અધિકાર છે, પરંતુ આ બિલ દ્વારા આ અધિકાર સ્ટેમ્પ અધિકારીને આપવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કલમ 34 હેઠળ દંડ હાલની સરખામણીમાં દસ ગણો વધારવામાં આવ્યો છે. બજેટમાં મૃતકના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ દ્વારા મિલકત ટ્રાન્સફર કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે, જેમાં અન્ય કોઈ ફી ચૂકવ્યા વિના મિલકત ટ્રાન્સફર કરી શકાય છે.

તેવી જ રીતે, કલમ 36માં સુધારો સૂચવીને, નિષ્કર્ષમાં આપવામાં આવેલી મિલકત માટે રૂ. 500 થી રૂ. 1000ના દંડની જોગવાઈ એટલે કે જપ્તી વધારીને રૂ. 5000 કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1999 પહેલા કોઈ સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) નહોતી. હવે, મિલકતો વેચવામાં આવે ત્યારે ફીની રકમ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ, મુક્તિ પામેલી સ્ટેમ્પ ડ્યુટી રકમ ઉપરાંત 250 રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ મંજૂર કરવામાં આવતો હતો, હવે નવા સુધારા બિલ દ્વારા લાવવામાં આવેલી જોગવાઈ મુજબ, મિલકત માલિકે મુક્તિ પામેલી સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty)ની બમણી રકમ સ્ટેમ્પ ડ્યુટી તરીકે જમા કરાવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તેણે 50 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની હોય, તો તેણે એક લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) તરીકે જમા કરાવવા પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સ્ટેમ્પ ડ્યુટી કચેરીના 2 અધિકારીઓ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:જંત્રીમાં વધારાના પગલે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો

આ પણ વાંચો:‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’