New Delhi News/ જંતર-મંતર પર CJPનો વિરોધ: પોલીસની મંજૂરી મુદ્દે ભડક્યા નેતા

જંતર-મંતર (jantar Mantar)જેવા નિર્ધારિત સ્થળે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે પોલીસની મંજૂરીની જરૂરિયાત અંગે વિચાર થવો જોઈએ

Top Stories India
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર (jantar Mantar)ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે

New Delhi News : કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર (jantar Mantar)ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ સાથે યોજાનારા આ કાર્યક્રમને દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જેને પગલે પાર્ટીના નેતાઓએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.

CJPના સહ-સંયોજક સૌરવ દાસ બુધવારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પ્રસ્તાવિત કાર્યક્રમ અંગે ઔપચારિક માહિતી આપી હતી. તેમણે પોલીસને પત્ર સોંપીને જણાવ્યું કે કાર્યક્રમ અંગે અગાઉથી જાણ કરવામાં આવી રહી છે અને વિરોધ દરમિયાન પોલીસને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

પોલીસની મંજૂરી પર સવાલ

દિલ્હી પોલીસે કાર્યક્રમની મંજૂરી ન આપ્યા બાદ સૌરવ દાસે મીડિયા સાથે વાત કરતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે જંતર-મંતર ((jantar Mantar))જેવા નિર્ધારિત સ્થળે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે પોલીસની મંજૂરીની જરૂરિયાત અંગે વિચાર થવો જોઈએ.

તેમણે કહ્યું કે પોલીસની ભૂમિકા વિરોધ અટકાવવાની જગ્યાએ પ્રદર્શનકારીઓની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની હોવી જોઈએ. CJP નેતાએ દાવો કર્યો કે તેમ છતાં 10 ઓક્ટોબરનું પ્રદર્શન યોજાશે અને દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો દિલ્હીમાં પહોંચશે.

મુંબઈથી દિલ્હીની રણનીતિ

આ વિરોધની જાહેરાત CJPના સંસ્થાપક અભિજિત દીપકે દ્વારા મુંબઈના શિવાજી પાર્ક ખાતે 2 ઓક્ટોબરે યોજાયેલા કાર્યક્રમ બાદ કરવામાં આવી હતી. તેમણે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી અને રાજીનામું નહીં અપાય તો દેશભરમાંથી CJP કાર્યકર્તાઓ દિલ્હીમાં એકઠા થવાની વાત કરી હતી.

પાર્ટી દ્વારા SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે CJP સતત ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવી રહી છે.

કાર્યકર્તાઓ પર દબાણનો દાવો

CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રમાં પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો દાવો પણ કર્યો છે. છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ચંદ્રપુર પોલીસે કેટલાક કાર્યકર્તાઓને નોટિસ આપી છે.

તેમના જણાવ્યા અનુસાર, કાર્યકર્તાઓને દિલ્હી જવાના ખર્ચના સ્ત્રોત અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે અને 10 ઓક્ટોબરના કાર્યક્રમમાં સામેલ ન થવા માટે કહેવામાં આવી રહ્યું છે. જોકે, બીજી તરફ ચૂંટણી પંચે ચૂંટણી આયોગના સભ્યો વચ્ચે મતભેદ હોવાની અટકળોને ફગાવી દીધી છે અને SIR સંબંધિત નિર્ણયો (SIR Process)સર્વાનુમતે લેવાયા હોવાનું સ્પષ્ટ કર્યું છે.


આ પણ વાંચો: રાહુલ ગાંધીનું એલાન, ‘જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો’: આજે જંતર-મંતર પર વિપક્ષના ધરણાં

આ પણ વાંચો: જંતર-મંતર પર CAPF જવાન પર છરીથી હુમલો, NSUIના કાર્યકર પર આરોપ

આ પણ વાંચો: જંતર-મંતર : યુવતી પોલીસ બસની ચાવી છીનવીને ભાગી, ધક્કો મારી બસ ખસેડાઈ