કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજથી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. રાહુલ ગાંધી નવાડા અને ભાગલપુર જિલ્લાની વિધાનસભા બેઠકો પર ચૂંટણી સભાઓને સંબોધન કરશે. આ સમય દરમિયાન, તેમની સાથે, આરજેડી નેતા અને મહાગઠબંધનનાં મુખ્યમંત્રી ઉમેદવાર તેજસ્વી યાદવ પણ સ્ટેજ પર હાજર રહેશે. તેમની ચૂંટણી સભા પહેલા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે બિહાર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તમામ દાવા ખોટા છે.
શુક્રવારે પીએમ મોદી પર શાયરીનાં અંદાજમાં હુમલો કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, ‘તમારા દાવામાં બિહારનું હવામાન ગુલાબી છે… પણ આ આંકડાઓ જુઠ્ઠા છે આ દાવાદ કિતાબી છે… કોરોના કે બેકારી, ખોટા આંકડાઓથી આખો દેશ પરેશાન છે. આજે હું બિહારમાં તમારી વચ્ચે રહીશ. આવો, આ જુઠ્ઠાણા અને કુશાસનથી છૂટકારો મેળવીએ.’
‘तुम्हारे दावों में बिहार का मौसम गुलाबी है
मगर ये आंकड़े झूठे हैं ये दावा किताबी है।’कोरोना हो या बेरोज़गारी, झूठे आँकड़ों से पूरा देश परेशान है।
आज बिहार में आपके बीच रहूँगा। आइए, इस झूठ और कुशासन से पीछा छुड़ाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) October 23, 2020
નોંધપાત્ર વાત એ છે કે, મહાગઠબંધનનાં ચૂંટણી પ્રચારને પુનર્જીવિત કરવા માટે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે કૂદી રહ્યા છે. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીની પહેલી બેઠક યોજાવાની છે. કોંગ્રેસ 70 બેઠકો માટે મેદાનમાં છે અને આરજેડી સાથેનાં મહાગઠબંધનમાં બીજો સૌથી મોટો પક્ષ છે. શુક્રવારે રાહુલ આરજેડી નેતા તેજશ્વી યાદવ સાથે સંયુક્ત રેલી કરશે.
