ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર છે. આ ચેપથી અત્યાર સુધીમાં 4.16 કરોડ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસે 11.37 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે.
ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 77 લાખને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા વધીને 77,61,312 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 54,366 નવા કેસ નોંધાયા છે.
With 54,366 new #COVID19 infections, India's total cases surge to 77,61,312. With 690 new deaths, toll mounts to 1,17,306.
Total active cases are 6,95,509 after a decrease of 20,303 in last 24 hrs
Total cured cases are 69,48,497 with 73,979 new discharges in last 24 hrs pic.twitter.com/YD74KV32uJ
— ANI (@ANI) October 23, 2020
છેલ્લા 24 કલાકમાં 73,979 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સમય દરમિયાન 690 કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 69,48,497 દર્દીઓ ઠીક થયા છે. 1,17,306 લોકો મૃત્યુ પામ્યા છે. હાલનાં કોરોના કેસની સંખ્યા 7 લાખથી ઓછી છે. 22 ઓગસ્ટ પછી પહેલીવાર આ સંખ્યા 7 લાખથી ઓછી આવી ગઈ છે.
દેશમાં હાલમાં 6,95,509 સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીએ તો તે થોડો વધારો થયા પછી 89.52 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 3.76 ટકા છે. મૃત્યુ દર 1.51 ટકા છે. 22 ઓક્ટોબરનાં રોજ, 14,42,722 લોકોનાં કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,01,13, 085 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
