Surat News/ સુરતના 32 કરોડના હીરા ચોરીમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, 10 લાખ આપીને 5 શખ્સને ચોરીના તરકટ માટે ઉભા કર્યા

રવિવારની રાત્રે જ ડી.કે.સન્સ કંપનીમાં ચોરી થઈ હતી.

Top Stories Gujarat Surat

Surat News : સુરતના  32 કરોડની કિંમતના હીરાના ચોરીના ચકચારભર્યા કેસમાં ફરિયાદી જ શંકાના ઘેરામાં આવી ગયો છે. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન અગાઉ બે રિક્ષા લઈને પાંચ શખ્સો હીરાની ચોરી કરવા આવ્યા હતા. જેમાં એક રિક્ષામાં 3 શખ્સો અને બીજી રિક્ષામાં બે શખ્સો આવ્યા હતા જે ગેસ કટર સહિતનો સામાન લઈને આવ્યા હતા.

 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે જ ડી.કે.સન્સ કંપનીમાં ચોરી થઈ હતી. રાત્રિના બે વાગ્યાની આસપાસ ચોરી બાદ સુરત રેલવે સ્ટેશને રિક્ષામાંથી ઉતરીને ચોર ફરાર થઈ ગયા હતા. તસ્કરો મુંબઈ અથવા રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, ફરિયાદી ડી.કે.સન્સના માલિકે દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હતું. આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.

આ કેસમાં કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. ચોરી માટેનું આ એક તરકટ રચવામાં આવ્યું હતું. તેના માટે પાંચ લોકોને આ ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચોરી માટે દસ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચોરીનું નાટક કરવા આવ્યા ત્યારે તેમને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. જ્યારે બીજા પાંચ લાખ હજુ આપવાના બાકી હતા. કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલ કાઢવામાં આવ્યો છે.

આ હીરા કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી છે. જે સુરતમાં ડીકે મારવાડી તરીકે ઓળખાય છે. આ સાથે જ તેઓ વરાછાના ખોડિયારનગર રોડના સૌથી મોટા હીરા વેપારી છે. કાઠીયાવાડી વિસ્તારમાં કાઠીયાવાડી હીરા વેપારીઓની વચ્ચે છેલ્લા 20 વર્ષથી હીરાની કંપની ચલાવે છે. ડી.કે.સન્સ કંપનીનું મુંબઈ અને વિદેશમાં મોટું કામ છે અને તેમનું અંદાજિત વાર્ષિક 300 કરોડનું ટર્નઓવર છે.શક્તિ કંપનીની તિજોરી કંપનીના કર્મચારીઓએ આવીને ખોલતા તેમાંથી 19 લાખના હીરા એટલે કે હીરામાંથી કટીંગ થઈ ગયા બાદ વધારાનો જે ઝીણી કટકીઓ નીકળે છે તેવો હીરાનો માલ મળ્યો છે. ચોર માત્ર જાડા હીરાની રફ અને પોલિશ્ડ હીરા જ લઈ ગયા છે.

વરાછામાં કપૂરવાડી ખાતે ડી.કે. સન્સ ડાયમંડ નામની ચાર માળની હીરાની ફેક્ટરી આવેલી છે, જેના માલિક દેવેન્દ્રકુમાર ગેનારામ ચૌધરી છે, જેઓ મૂળ રાજસ્થાનના છે. હાલ તેમના બે પુત્ર પીયૂષકુમાર અને ઈશાન પણ તેમની સાથે હીરાના ધંધામાં જોડાઈ ગયા છે. 20 વર્ષ પહેલાં દેવેન્દ્રકુમાર ચૌધરીએ કાઠિયાવાડીઓના ગઢ એવા વરાછામાં કપૂરવાડી ખાતે ગાળા નંબર 20 અને 21માં નાના પાયે હીરાનો ધંધો શરૂ કર્યો હતો.
બે ગાળામાંથી હાલ પાંચ ગાળામાં ચાર માળના બિલ્ડિંગમાં ડી.કે.સન્સ ડાયમંડના નામે દેવેન્દ્રકુમાર ચૌધરી હીરાનો બિઝનેસ કરી રહ્યા છે.

કંપનીની મોટા ભાગની હીરાની લેવડદેવડ મુંબઈ અને વિદેશ સાથે થઈ રહી છે. કાઠિયાવાડીઓના વિસ્તારમાં કરોડોની પાર્ટી તરીકે દેવેન્દ્રકુમાર ચૌધરી ડી.કે.મારવાડી તરીકે ઓળખાય છે. ખોડિયારનગર રોડ પર ઘણી ડાયમંડની કંપનીઓ આવેલી છે, જોકે એમાં સૌથી મોટા ડાયમંડ બિઝનેસમેન તરીકે ડી.કે.મારવાડીની ઓળખ થાય છે.ડી.કે.સન્સ ડાયમંડ કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ રૂ. 300 કરોડ છે. કોવિડ-19 પહેલાં 1,500થી વધુ કર્મચારીઓ હતા અને હાલમાં લગભગ 10થી 20 હીરા પોલિશ કરનારા છે. તેમણે હીરાનું ઉત્પાદન ઘટાડી દીધું છે અને હરાજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દેવેન્દ્રકુમાર ચૌધરી હીરા ઉત્પાદન અને હરાજીની પ્રવૃત્તિઓમાં સામેલ છે.

આગામી ચાર દિવસમાં તેમની પેઢીમાં હીરાની હરાજી યોજાવાની હતી અને એ માટે તેમણે હીરાનો સંગ્રહ તિજોરીમાં કર્યો હતો.ડી.કે.સન્સ કંપનીની શરૂઆતમાં હીરા પર વધુ ફોકસ કરવામાં આવતું હતું, જ્યારે હવે હીરાની હરાજી કરવામાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.ડી.કે.સન્સ એન્ડ કંપનીમાં 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીને લઈને ત્રણ દિવસની રજા રાખવામાં આવી હતી. દરમિયાન 15મી ઓગસ્ટના રોજ બપોરના સમયે દેવેન્દ્રકુમાર ચૌધરી પોલિશ્ડ અને રફ હીરાઓને પોતાની ઓફિસમાં રહેલી તિજોરીમાં મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. ત્યાર બાદ 18 ઓગસ્ટના રોજ સવારે તેમની હીરાની કંપનીમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરોએ તિજોરીને ગેસકટરથી કાપીને 32.6 કરોડના હીરા અને રોકડ ચોરી કરી હતી. આ અંગે જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમે તમામ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી હતી.

આલોકકુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે હાલ તો પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આ કંપનીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ કંપનીના માલિક અને તેના પુત્રની પણ પૂછપરછ કરાઈ છે. ત્યાર બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમના પર પણ શંકા થઈ રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ રાજસ્થાની જ વ્યક્તિ હોય એવી શંકાના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ચોરીની ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચની 20 પોલીસ જવાનોની ટીમ, ઝોન 1 એલસીબીની ટીમ, કાપોદ્રા પોલીસ સ્ટેશનની ચાર ટીમ, વરાછા પોલીસ સ્ટેશનની બે ટીમ સહિત 50થી વધુ પોલીસકર્મચારીઓ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહ્યા છે. બિલ્ડિંગ અને એની આસપાસમાં રહેલા તમામ CCTVની તપાસ કરવામાં આવી રહી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ચોરીની ઘટના બાદ શરૂઆતમાં થોડો ટાઈમ પહેલાં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી રહેલી એક વ્યક્તિને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેના પર વધુ શંકા જવાને કારણે તેની તપાસ કરવામાં આવી હતી. આ સિક્યોરિટી ગાર્ડ હાલ ઝારખંડમાં હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે તેની તપાસ પણ કરી હતી, જોકે આ ચોરીમાં તેની સંડોવણી ન હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

પોલીસ 15 કર્મચારીની પૂછપરછ કરી રહી છે. આ સાથે જ થોડો સમય પહેલાં જ આ કંપનીમાંથી છૂટા કરાયેલા બે કર્મચારીને પણ શંકાના દાયરામાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ ચોરીની ઘટનામાં બેથી ચાર શખસની સંભાવના હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે ગેસકટરનું મશીન હોય છે, એને ઊંચકવા માટે બેથી વધુ લોકોની જરૂર પડી શકે છે.

પોલીસની અલગ અલગ ટીમો દ્વારા CCTVની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન એક રિક્ષામાં ચાર શખસ ગેસકટર જેવું કોઈ મશીન લઈને આવતા હોય એવું પણ નજરે પડ્યું છે, જોકે હજુ સુધી કોઈ ચોક્કસ શકમંદ હોય એવું પોલીસને હાથ લાગ્યું નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કંપનીની બહારનો દરવાજો ચાવીથી ખોલ્યો છે, તોડ્યો નથી. આ સાથે ગેસકટર અને એનું સિલિન્ડર રિક્ષામાં લાવ્યાની પણ શંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Surat News/સુરતમાં 100 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો કેસ

આ પણ વાંચો: Surat News/સુરતમાં SOG પોલીસે 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું,ઓમ પંડ્યાની કરી ધરપકડ

આ પણ વાંચો: Surat News/સુરતના સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ