Rajkot News/ રીબડા આત્મહત્યા કેસ: હનીટ્રેપનો ખુલાસો, યુવતીના વીડિયોથી નવો વિવાદ

એક વાયરલ વીડિયોમાં યુવતી અન્ય યુવક સાથે વાતચીત કરતી જોવા મળે છે, જેમાં તેણે કથિત રીતે કબૂલ્યું છે કે અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના રીબડા ગામમાં અમિત ખૂંટના આત્મહત્યા કેસે સ્થાનિક સમુદાયમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. 5 મે, 2025ના રોજ અમિત ખૂંટે પોતાની વાડીમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટના પહેલાં એક સગીર યુવતીએ અમિત પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 64(1) અને પોક્સો એક્ટની કલમ 4, 8 હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે, આ કેસમાં તાજેતરમાં એક નવો વળાંક સામે આવ્યો છે, જેણે સમગ્ર મામલો ફરી ચર્ચામાં લાવ્યો છે.

એક વાયરલ વીડિયોમાં યુવતી અન્ય યુવક સાથે વાતચીત કરતી જોવા મળે છે, જેમાં તેણે કથિત રીતે કબૂલ્યું છે કે અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. વીડિયોમાં યુવતી દાવો કરે છે કે તેને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સહયોગીઓ દ્વારા સોશિયલ મીડિયા ID દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને અમિત વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં રહીમ મકરાણી, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર અને સંજય પંડિતના નામોનો ઉલ્લેખ થયો છે, જેમણે યુવતીને આ કામ માટે ઉશ્કેરી હોવાનું જણાવાયું છે.

આ કેસમાં યુવતીએ પોતે ફસાઈ હોવાનો દાવો કર્યો હતો અને બાદમાં ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા, રાજકોટ DCP સહિત 28 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના પરિવારને હેરાન કરવામાં આવ્યો અને તેના પિતાનો વાયરલ વીડિયો દબાણ હેઠળ બનાવવામાં આવ્યો હતો, જેમાં તેમણે યુવતીના આરોપોને ખોટા ગણાવ્યા હતા

આ ઘટનાએ પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે, જેમણે આરોપીઓની ધરપકડ ન થઈ હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ગોંડલ તાલુકા પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણ હેઠળ ગુનો નોંધ્યો છે, પરંતુ આરોપીઓ હજુ ફરાર હોવાનું જણાય છે. આ કેસે રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો લાવ્યો છે, ખાસ કરીને જયરાજસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ થવાથી.

પોલીસે આ મામલે જીણવટભરી તપાસ શરૂ કરી છે, જેમાં યુવતીના વીડિયો, અમિતની આત્મહત્યા પહેલાંની પરિસ્થિતિ અને સંભવિત સ્યુસાઇડ નોટની શોધ ચાલી રહી છે. અમિત ખૂંટ અગાઉ પણ ગોંડલ અને રીબડાના જૂથો વચ્ચેના વિવાદમાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર વિરુદ્ધ ધમકીની ફરિયાદ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત ખૂંટ આત્મહત્યા સગીરાનો ઘટસ્ફોટઃ જયરાજના દબાણથી અનિરુદ્ધ રાજદીપનું નામ લીધું

આ પણ વાંચો:રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાએ 28 સામે ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો:રાજકોટમાં રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાના વિવાદે વેગ પકડ્યો