Gir Somnath Shravan First Day Somnath Temple: શ્રાવણ માસના પ્રથમ દિવસે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં ભાવિકો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા.

પ્રથમ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં યોજાયેલી પ્રથમ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. આરતી દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
બાઇટ:- આરઝુ સોની (ભાવિક, લખનઉ)
દેશ-વિદેશથી ભાવિકો Somnath Temple પહોંચ્યા
શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના(Somnath Temple) દર્શન કરવા માટે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ભાવિકો પહોંચ્યા હતા. લખનઉ, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા.
બાઇટ:- શ્રધ્ધા ભામલી (ભાવિક, દિલ્હી)
બાઇટ:- કપિલ પંડ્યા (ભાવિક, મધ્યપ્રદેશ)
બાઇટ:- યોગેશ પાટીલ (ભાવિક, મહારાષ્ટ્ર)
સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન માટે સુંદર વ્યવસ્થા
શ્રાવણના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટવાના પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પરિસરમાં જરૂરી સુવિધાઓ અને સ્વચ્છતા જાળવવામાં આવી હતી. વ્યવસ્થાને કારણે દર્શન માટે આવેલા ભાવિકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બાઇટ:- મિતેષ બોરીચા (ભાવિક, ચોરવાડ)
ભક્તિમય બન્યું સોમનાથ મંદિર પરિસર
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના(Somnath Temple) દર્શન માટે ઉમટેલા ભાવિકોએ ભક્તિભાવ સાથે પૂજા અને દર્શનનો લાભ લીધો હતો. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર શિવમય બની ગયું હતું. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં જોવા મળેલા આ ભક્તિમય માહોલે ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફા હોવાનો દાવો હાઈકોર્ટે ફગાવ્યો; પુનર્યાચિકા રદ
આ પણ વાંચો:શ્રાવણનાં છેલ્લા સોમવારે સોમનાથ મંદિર મહાદેવનાં નાદથી ગૂંજી ઉઠ્યું
આ પણ વાંચો:સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફાના દાવા પર હાઇકોર્ટનો ફરી ઇનકાર, રિવ્યૂ અરજી પણ ફગાવાઈ
