Navsari News: નવસારીના વિજલપુરમાં માતા-પિતા માટે દુ :ખદ ઘટના બની છે નવસારીમાં સ્થિત નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં 5 વર્ષીય બાળક લિફ્ટ(Lift)માં ફસાઈ જતાં વાતાવરણમાં ચકચાર મચી ગયો છે. સેકન્ડ ફ્લોરથી લિફ્ટ(Lift)થી નીચે જતા એકાએક બાળક લિફ્ટ(Lift)માં ગંભીર રીતે ફસાયો હતો. જે તાત્કાલિક ધોરણે કટર વડે લિફ્ટ(Lift)નો દરવાજો કાપી બાળકને બહાર કાઢવામાં આવ્યો છે. હાલ બાળકને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચાડવા આવ્યો છે.
[fvplayer id=”46″]
કઈ રીતે બની આ ઘટના
સૂત્રો અનુસાર અત્યારે તમામ બહુમાળી બિલ્ડીંગોમાં લિફ્ટ(Lift)ની સુવિધા બેઝિક આવશ્યકતા બની ગઈ છે, પરંતુ તેના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ નોંધાઈ રહી છે. ત્યારે નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં 5 વર્ષીય બાળક લિફ્ટ(Lift)માં ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. સેકેન્ડ ફ્લોર લિફ્ટ(Lift)થી નીચે જતા સાર્થક વિપુલ બારીયા નામનો બાળક લિફ્ટ(Lift)માં ફસાયો હતો. સવારે 9:00 વાગે માતા ફ્લેટના દરવાજામાં તાળું લગાવી રહી હતી, તે દરમિયાન બાળક લિફ્ટ(Lift)માં પ્રવેશ્યો અને આ ઘટના બની હતી. બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(Surat Municipal corporation)માં અધિકારી તરીકે કાર્યરત છે.
[fvplayer id=”47″]
તત્કાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમયસર કટર વડે લિફ્ટ(Lift)નો દરવાજો કાપી બાળકને બહાર કઢાયો હતો. હાલ બાળકને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના માતા-પિતા માટે દુ :ખદ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, જુના એપાર્ટમેન્ટની લિફ્ટ(Lift)માં બનતી અકસ્માતની ઘટનાઓ ખૂબ વધી રહી છે.
આ પણ વાંચો: સુરતના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો વધુ 1 બોગસ ડોક્ટર ઝડ્પાયો
આ પણ વાંચો: ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો
આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ
