Not Set/ ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા નજીકનાં ઇન્દોર ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર પોલીસે ઝડપીને તેની પાસેથી દવાઓ બી.પી.માપવાનું સાધન સ્ટેથોસ્કોપ વગેરે કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Others
1 36 ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

@પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ – ઝઘડીયા

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા નજીકનાં ઇન્દોર ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર પોલીસે ઝડપીને તેની પાસેથી દવાઓ બી.પી.માપવાનું સાધન સ્ટેથોસ્કોપ વગેરે કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. લોકોની જીંદગી સાથે ચેડા કરતા આ બોગસ ડોકટરને પકડીને જેલ ભેગો કરાયો હતો.

1 38 ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

અકસ્માત: દાંતીવાડામાં બની આગની ભીષણ દુર્ઘટના, કેમિકલના ટેન્કર અને પોલીસ વાન વચ્ચે ટક્કર થતા 1નું મોત

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યા મુજબ મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખબર મળી હતી કે નજીકનાં ઇન્દોર ગામે નવી નગરીમાં એક બોગસ તબીબ દવાખાનુ ચલાવી રહ્યો છે. ત્યારે પોલીસે બાતમી મળેલ જગ્યાએ જઇને તપાસ કરતા ઇન્દોર ગામે નવી નગરીમાં એક કાચા મકાનમાં બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાલ નામનો મુળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ઇન્દોર ગામે નવી નગરીમાં દવાખાનું ચલાવતો માલુમ પડ્યુ હતુ. પોલીસે આ ઇસમને તેની ડિગ્રી બાબતે પુછતા તેણે કોલકત્તા ખાતે આર.એમ.પી. કોર્ષ કર્યો હોવાની હકીકત જણાવી હતી. આ સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની બીજી કોઇ ડિગ્રી મળી નહોતી. મેડિકલ ડિગ્રીનું પ્રમાણપત્ર માંગતા મળી શકેલ નહિ, તેથી તે બોગસ ડોક્ટર હોવાનું જાણવામાં આવતા પોલીસે પંચનામું કરીને તેની પાસેથી એલોપેથી દવાઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે લઇને તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

1 37 ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

વરણી: નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી અને બાંધકામ સમિતિના પ્રમુખની વરણી થઇ

ઉમલ્લા પોલીસે ઇન્દોર ગામે દવાખાનું ચલાવતા ઝડપાયેલા આ બોગસ તબીબ બીકાસકુમાર કુમોદભાઇ બિસ્વાલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે અન્ય સ્થળોએ પણ બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે કેમ તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં આવા બોગસ ડોક્ટરો દર્દીઓ માટે ઘણા જોખમી સાબિત થઇ શકે છે.

kalmukho str 28 ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો