Not Set/ વડોદરા:પાણીને શુદ્ધ કરતા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ કચરો, 500 જણને ઝાડા ઉલટી,એકનું મોત

વડોદરા માં દુષિત પાણી નો સિલસિલો ચાલુ છે તંત્ર નો જે રીતે દાવો છે કે હવે દુષિત પાણી નહિ મળે ત્યારે આ દાવા ને પોકળ કરતા દુષિત પાણી ને લઈ ને શહેર ના ફતેપુરા વિસ્તારના ઝાડા- ઉલટી નો ભોગ બનેલા પ્રૌઢ નું મોત થતાં ચકચાર મચી છે. વડોદરા મહાનગર પાલિકા ના નિમેટા ના ટ્રિટમેન્ટ પ્લાન્ટ […]

Top Stories Gujarat Vadodara
arjuo 18 વડોદરા:પાણીને શુદ્ધ કરતા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ કચરો, 500 જણને ઝાડા ઉલટી,એકનું મોત

વડોદરા માં દુષિત પાણી નો સિલસિલો ચાલુ છે તંત્ર નો જે રીતે દાવો છે કે હવે દુષિત પાણી નહિ મળે ત્યારે આ દાવા ને પોકળ કરતા દુષિત પાણી ને લઈ ને શહેર ના ફતેપુરા વિસ્તારના ઝાડા- ઉલટી નો ભોગ બનેલા પ્રૌઢ નું મોત થતાં ચકચાર મચી છે.

વડોદરા મહાનગર પાલિકા ના નિમેટા ના ટ્રિટમેન્ટ પ્લાન્ટ માં જે રીતે કચરો નીકળ્યો હતો અને પૂર્વ વિસ્તાર સહિત ના વિસ્તાર માં પાંચ લાખ કરતા વધુ રહીશો ને દુષિત પાણી પીવાનો તંત્ર ના વાંકે વારો આવ્યો હતો.દુષિત પાણી ઉપયોગ માં પાણી જન્ય રોગો થી રોગ ફેલાઈ રહ્યા છે. મે મહિના માજ શહેર ની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 500 કરતા વધુ દર્દીઓ ઝાડા ઉલટી ના શિકાર બન્યા છે.

arjuo 19 વડોદરા:પાણીને શુદ્ધ કરતા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ કચરો, 500 જણને ઝાડા ઉલટી,એકનું મોત

કોર્પોરેશન દ્વારા યુદ્ધ ના ધોરણે કોઈજ કામગીરી કરી નથી.સરકારી અધિકારીઓ એ.સી કેબીનો માં મસ્ત છે ત્યારે શહેરીજનો બીમારી ના પગલે સેવા સદન ના તંત્ર થી ત્રસ્ત છે.શુક્રવારે શહેર ના ફતેપુરા ચાર રસ્તા પાસે રહેતા રાજીવ જાધવ ને ઝાડા ઉલટી થતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિજપ્યું હતું.પ્રૌઢ રાજુ જાધવ નું ઝાડા ઉલટી ને પગલે મોત નિપજતા સેવા સદન ના તંત્ર માં દોડધામ મચી હતી.જે અંગે મેયર ડોક્ટર જીગીશાબેન ને જણાવ્યું હતું કે વિસ્તારમાં સફાઈ અને ORS નું વિતરણ કરવામાં આવશે.

તો બીજી તરફ સેવાસદનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ઝાડા-ઊલટીના પગલે એક વ્યક્તિનું મોત થતા તંત્રની આડે હાથ લીધી અને શહેરમાં યોગ્ય સફાઈ થાય અને બિમારીને પગલે મોતને ભેટનાર રાજુ જાદવ ને સેવાસદન વળતર આપે તેવી માંગ કરી છે.