Not Set/ ચીનની નદીમાં ભૂસ્ખલન : અરુણાચલ પ્રદેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો

ચીનમાં ભૂસ્ખલન થવાથી લગભગ 6000 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. ચીની આપદા વિભાગે ગુરુવારે આ જાણકારી આપી છે. ચીની આપદા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ભૂસ્ખલન થવાથી બ્રહ્મપુત્રા નદીનું વહેણ પ્રભાવિત થયું છે. જેનો ભારતના અરુણાચલ પ્રદેશમાં ભારે પ્રભાવ પડી શકે છે. ભૂસ્ખલનના કારણે બ્રહ્મપુત્રા નદીનું વહેણ ભારત તરફ બની ગયું […]

Top Stories India
brahmaputra river rafting ચીનની નદીમાં ભૂસ્ખલન : અરુણાચલ પ્રદેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો

ચીનમાં ભૂસ્ખલન થવાથી લગભગ 6000 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. ચીની આપદા વિભાગે ગુરુવારે આ જાણકારી આપી છે. ચીની આપદા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ભૂસ્ખલન થવાથી બ્રહ્મપુત્રા નદીનું વહેણ પ્રભાવિત થયું છે. જેનો ભારતના અરુણાચલ પ્રદેશમાં ભારે પ્રભાવ પડી શકે છે. ભૂસ્ખલનના કારણે બ્રહ્મપુત્રા નદીનું વહેણ ભારત તરફ બની ગયું છે.

પાણીનું ઝડપી વહેણ ભારતની બ્રહ્મપુત્રા નદી તરફ આવી રહ્યું છે. જે કારણે અરુણાચલ પ્રદેશ પર આપદા મંડરાઈ રહી છે. સ્થાનિક કટોકટી વિભાગે આને લઈને વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધું છે. અરુણાચલ પ્રદેશમાં અધિકારીઓએ ચેતવણી જાહેર કરી છે, અને લોકોને પૂર્વી સિયાંગ જિલ્લામાં નદી આસપાસ નહિ જવાની સૂચના આપવામાં આવી છે.

આને લઈને હવે અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ સાંસદ નિનોન્ગ એરિંગએ પત્ર લખીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તેમજ કેન્દ્રીય જળ સંશાધન રાજ્યમંત્રી અર્જુન રાજ મેઘવાલને અવગત કર્યા છે.