દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોનાં વલણો આવવાનાં શરૂ થઇ ગયા છે અને વલણોમાં, આમ આદમી પાર્ટી (આપ) સરળતાથી બહુમતી મેળવીને સરકાર પાછી મેળવવા તરફ આગળ વધી રહી છે. વલણોમાં, આમ આદમી પાર્ટી (આપ) બહુમતી મેળવીને ફરી સરકાર બનાવવા તરફ સરળતાથી આગળ વધી રહી છે. પરિણામો ભાજપ માટે થોડા નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ તેમના માટે થોડી રાહતની વાત છે કે કેટલીક બેઠકો પર ઉમેદવારો સારું પ્રદર્શન કરી રહ્યા છે.
પરિણામો બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર, યૂઝર્સને બીજી તક મળી છે જ્યાં તેઓ મીમ શેર કરી શકે છે, હારતી પાર્ટીની મજાક ઉડાવી શકે છે. ભાજપ માટે મંગળવારનો દિવસ એવો હતો જ્યા ટ્વિટરથી ફેસબુક સુધી તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર, યૂઝર્સ લખી રહ્યા છે કે, વલણો આવે પછી ભાજપ સમર્થકો ખૂબ જ ખરાબ હાલતમાં હશે. આ સાથે જ દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીનાં પણ કેટલાક વીડિયો શેર કરીને મજાક ઉડાવવામાં આવી રહી છે. આ વખતે ઘણા મુદ્દાઓને લઈને દિલ્હીની ચૂંટણીમાં ભારે હોબાળો મચ્યો હતો, અને કેટલાક નેતાઓનાં નિવેદનોએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
https://twitter.com/shaziyatistic/status/1227076599796756480?s=20
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.