Not Set/ કચ્છ/ બેલા બોર્ડર નજીક ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, ક્રિક વિસ્તાર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું

બોર્ડર પિલર 1024 પાસેથી ઝડપાયો ઘૂસણખોર બેલા બોર્ડર નજીકથી ઝડપાયો પાક. ઘૂસણખોર BSF એ પાક.ઘૂસણખોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી ક્રિક વિસ્તાર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું કચ્છની સરહદી સીમા સુરક્ષા પર ફરી એક્વાર સવાલ ઉભા થયા છે. કચ્છની બેલા બોર્ડર નજીક પાસે પિલર નંબર ૧૦૨૪ પાસેથી એક પાકિસ્તાની ઘુષણખોર ઝડપાયો છે.  BSFએ પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ […]

Gujarat Others
Untitled 105 કચ્છ/ બેલા બોર્ડર નજીક ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, ક્રિક વિસ્તાર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું
  • બોર્ડર પિલર 1024 પાસેથી ઝડપાયો ઘૂસણખોર
  • બેલા બોર્ડર નજીકથી ઝડપાયો પાક. ઘૂસણખોર
  • BSF એ પાક.ઘૂસણખોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી
  • ક્રિક વિસ્તાર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું

કચ્છની સરહદી સીમા સુરક્ષા પર ફરી એક્વાર સવાલ ઉભા થયા છે. કચ્છની બેલા બોર્ડર નજીક પાસે પિલર નંબર ૧૦૨૪ પાસેથી એક પાકિસ્તાની ઘુષણખોર ઝડપાયો છે.  BSFએ પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરીને તેની પૂછપરછ સાથેને તમામ તપાસ શરૂ કરી છે.

પાટણ 2 કચ્છ/ બેલા બોર્ડર નજીક ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, ક્રિક વિસ્તાર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું

ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છની સરહદ સીમા પર ડ્રોન ફરતું દેખાયુ હતું. જે સીમાનું રિકોર્ડિંગ કરતું હોવાનું સામે આવ્યું હતું. આમ કચ્છની સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સી સતર્ક થઇ ગઇ છે.  સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પાકિસ્તાની ડ્રોન દ્રારા ભારતીય સીમાનું રેકોર્ડિંગ થતું જોવા મળ્યું હતું

કચ્છ સરહદી વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. ક્રિક વિસ્તાર નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. પાકિસ્તાની સીમા અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરી રહી છે. પાકિસ્તાની સેનાની બોટ દ્વારા ડ્રોનથી મોનિટરીંગ થઈ રહ્યુ છે.

ડ્રોન વધુ ઉંચાઈએ ઉડતા ભારતીય સીમાનું પણ રેકોર્ડિંગ કરાઈ રહ્યુ છે. ભારતીય સીમાંનુ રેકોર્ડીગ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાકિસ્તાનની હલચલ પર નજર કરી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.