Not Set/ ‘NSUIએ હથિયારો સાથે હુમલાનું ષડ્યંત્ર રચ્યું હતું, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : પ્રદિપસિંહ

પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટના મામલે બુધવારે ગુજરાત રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, NSUIએ હથિયારો સાથે હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આટલા બધા હથિયારો સાથે વિરોધ પ્રદર્શન કરવા જવાનો શું મતલબ છે. […]

Top Stories Gujarat
pradipsinh.JPG1 'NSUIએ હથિયારો સાથે હુમલાનું ષડ્યંત્ર રચ્યું હતું, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : પ્રદિપસિંહ

પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે મંગળવારે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીની ઘટના મામલે બુધવારે ગુજરાત રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, NSUIએ હથિયારો સાથે હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આટલા બધા હથિયારો સાથે વિરોધ પ્રદર્શન કરવા જવાનો શું મતલબ છે. આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. અને પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.  કોઇ પણ દોષિતોને છોડવામાં આવશે નહીં.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા વધુંમાં જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરી રહી છે. NSUIના કાર્યકરો હથિયારો સાથે સીસીટીવીમાં જોવા મળ્યા છે. કોંગ્રેસ દ્વારા દેશભરમાં  CAAનાં વિરોધમાં ખોટી રીતે પ્રચાર કરી હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. JNUમાં જે થયુ તેમા પણ કોંગ્રેસ જ જવાબદાર છે. જ્યારે ગુજરાતમાં JNUની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર સચેત છે.

આપને જણાવી દઇએ કે, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી ગુજરાત કોંગ્રેસને ગુજરાતમાં કોઇ પણ પ્રકારે હિંસક દેખાવો કરી ગુજરાતની શાંતી ન ડહોળવાની અપીલ પણ કરવામાં આવી હતી.

જુઓ પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ…….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.