Not Set/ JNU હિંસા/ દિલ્હી પોલીસ હુમલાખોરોની ઓળખ મેળવવાની ઘણી નજીક, મહત્વની કડી મળી

સૂત્રો અનુસાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હિંસામાં સામેલ નકાબપોશ હુમલાખોર લોકોની ઓળખ માટે પોલીસને મહત્વની કડી મળી છે. પોલીસ આ કેસનાં નિરાકરણની નજીક પહોંચી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસામાં ડઝનથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેએનયુએસયુ પ્રમુખ ઇશી ઘોષને પણ ઈજા પહોંચી છે. પોલીસને શનિવારે થયેલી હિંસા […]

Top Stories India
jnu JNU હિંસા/ દિલ્હી પોલીસ હુમલાખોરોની ઓળખ મેળવવાની ઘણી નજીક, મહત્વની કડી મળી

સૂત્રો અનુસાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હિંસામાં સામેલ નકાબપોશ હુમલાખોર લોકોની ઓળખ માટે પોલીસને મહત્વની કડી મળી છે. પોલીસ આ કેસનાં નિરાકરણની નજીક પહોંચી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસામાં ડઝનથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેએનયુએસયુ પ્રમુખ ઇશી ઘોષને પણ ઈજા પહોંચી છે.

પોલીસને શનિવારે થયેલી હિંસા અંગે કુલ 11 ફરિયાદો મળી છે. એક જેએનયુના પ્રોફેસર દ્વારા, ત્રણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને સાત જેએનયુએસયુ દ્વારા દાખલ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ તરફથી આ તમામ ફરિયાદો દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ એસઆઈટીને મોકલવામાં આવી છે.

બીજી તરફ, જેએનયુએસ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ ઇશી ઘોષે યુનિવર્સિટી વીસી કેમ્પસમાં શનિવારે થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘મેં તે વીસી કેમ્પસનાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં ટોળાએ મારી ઉપર હુમલો કરવા, ધમકાવવા અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને આ માટે કાવતરું પણ ઘડ્યું હતું અને આ ઘટનાને અંજામ પણ આપ્યો હતો, જેના માટે હું(ઇશી ઘોષ) તમને એફઆઈઆર નોંધાવવા અને વહેલી તકે ગુનેગારોને પકડવાની માંગણી સાથે વિનંતી કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.