આભાર/ ભારત યુક્રેનમાંથી નેપાળી નાગરિકોને લાવ્યું હતું પરત : PM દેઉબાએ PM મોદીનો માન્યો આભાર

વડાપ્રધાન દેઉબાએ લખ્યું છે કે, ચાર નેપાળી નાગરિકો યુક્રેનથી ભારત થઈને નેપાળ પહોંચ્યા છે. નેપાળના નાગરિકોને ઘરે લાવવામાં સહકાર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર.

Top Stories World
Untitled 17 13 ભારત યુક્રેનમાંથી નેપાળી નાગરિકોને લાવ્યું હતું પરત : PM દેઉબાએ PM મોદીનો માન્યો આભાર

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ યુક્રેનમાંથી નેપાળી નાગરિકોને પરત લાવવામાં મદદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો છે. વડાપ્રધાન દેઉબાએ શનિવારે ટ્વિટ કરીને મોદી અને તેમની સરકારનો આભાર માન્યો હતો.

ભારત સરકારની મદદથી શનિવારે ચાર નેપાળી નાગરિકો યુક્રેનથી સ્વદેશ પરત ફર્યા છે. ભારત સરકાર ઓપરેશન ગંગા દ્વારા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવી રહી છે. આ ક્રમમાં ભારત સરકાર ચાર નેપાળીઓને પણ પરત લાવી છે. દેઉબાના જણાવ્યા અનુસાર નેપાળી નાગરિકો ભારત થઈને કાઠમંડુ પહોંચ્યા છે. વડાપ્રધાન દેઉબાએ લખ્યું છે કે, ચાર નેપાળી નાગરિકો યુક્રેનથી ભારત થઈને નેપાળ પહોંચ્યા છે. નેપાળના નાગરિકોને ઘરે લાવવામાં સહકાર આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર.

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સહિત સેંકડો નાગરિકોને ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા કાર્યક્રમ દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. એ જ રીતે ચાર નેપાળી નાગરિકોને પણ ભારત સરકાર દ્વારા નેપાળ પરત ફરવામાં મદદ કરવામાં આવી છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું.

રાજકીય/ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારની અસરઃ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આપી શકે છે રાજીનામું

ઉત્તરપ્રદેશ/ યુપીમાં ફ્રી રાશન યોજના બંધ થઈ શકે છે, 15 કરોડ લોકોને લાગી શકે છે ઝટકો