Fire in Godrej Garden City/ અમદાવાદ ગોદરેજ સીટીમાં આગ લાગતા મહિલાનું મોત, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આગ લગાવી હોવાની આશંકા

આ ગાર્ડન સીટીમાં આગ લાગવાથી એકનું મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Top Stories Gujarat
Fire in Godrej Garden City
  • અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં આગમાં એકનું મોત
  • ઈડન- વી બ્લોકમાં આગની બની ઘટના
  • ચોથા માળે આગનો બન્યો બનાવ
  • આગ લાગતા અફરાતફરીનો માહોલ
  • ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ
  • એક મહિલાના મોતની આશકા
  • ઇડન ટાવરમાં આવેલા V બ્લોકના ચોથા માળે આગ
  • ફાયર બ્રિગેડની 6 ગાડીઓ રવાના
  • 2 ફાયર ઓફિસર ઘટના સ્થળ પર
  • ગોદરેજ ગાર્ડન સિટીમાં હત્યા બાદ આગ લગાવી હોવાની શંકા
  • પતિ પત્નીના ઝઘડામાં લગાવી આગ
  • પોલીસ ઘટના સ્થળે
  • ગળું કાપી ને હત્યા કર્યા બાદ આગ લગાડવામાં આવી હોવાની શક્યતા

Fire in Godrej Garden City:      અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ગાર્ડન સીટીમાં આગ લાગવાથી એકનું મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગોદરેજ ગાર્ડન સીટીના ઇડન-વી બ્લોકના ચાેથા માળે આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જોયો હતો. આગની જાણા પડોશીએ ફાયર બ્રિગેડને કરતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પોહંચીને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત કરી રહ્યા છે. આ આગમાં એક મહિલાનું મોત નિપજ્યું છે.

ઉલ્લેખની છે કે( Fire in Godrej Garden City) ગોદરેજ ગાર્ડન સીટીના વી બ્લોકના ચોથા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં મહિલાનું મોત નિપજયું છે.આ ગની જાણ થતા ફાયર બ્રિગેડ 6 ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવા ્રયા કરી રહ્યા છે, ફાયરના બે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોદરેજ સીટીના વી બ્લોકમાં પતિએ  પત્નીના ઝઘડામાં આગ લગાવવાની વાત સામે આવી છે, પતિએ પત્નીનું ગળુ કાપીને આગ લગાવવાી હોવાની શંકા સેવાઇ રહી છે. આ મામલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સઘન તપાસમાં લાગી ગઇ છે. હાલ ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. પતિએ પત્નીની હત્યા કરીને અંજામ આપ્યો છે.

ભાવ વધારો/મોંઘવારીએ માઝા મૂકી, સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું