Bhavnagar News : બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા (Navneet Baldhia)પર થયેલા હુમલા કેસમાં પોલીસે ઝડપેલા કુલ 14 આરોપીઓ હાલ જેલ હવાલે છે. જેલમાંથી મુક્ત થવા માટે આ કેસના કેટલાક આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.
8 આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી
જેલમાં રહેલા 14 આરોપીઓમાંથી આઠ આરોપીઓએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. જેમાં આરોપીઓના નામ નીચે મુજબ છે:
રાજુ દેવાયતભાઈ ભમ્મર
વિરૂ મધુભાઈ સયડા
આતુ ઓધડભાઈ ભમ્મર
ભાવેશ ભગવાનભાઈ છેલાણા
વિરેન્દ્ર જેરામભાઈ પરમાર
પંકજ માવજીભાઈ મેર
સની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાલિયા
ઉત્તમ ભરતભાઈ બાંભણીયા
એક આરોપીની આગોતરા જામીન અરજી
આ ઉપરાંત બગદાણા ગામના પાતુભાઈ ભુથાભાઈ ભાદરકાએ પોતાના વકીલ મારફતે આગોતરા જામીન અરજી પણ કોર્ટમાં દાખલ કરી છે.
મહુવા કોર્ટમાં સુનાવણી, 2 ફેબ્રુઆરીએ આગળની તારીખ
આ તમામ જામીન અરજીઓ પર આજે મહુવા કોર્ટમાં પ્રાથમિક સુનાવણી હાથ ધરાઈ હતી. પરંતુ પોલીસ દ્વારા સોગંદનામા રિપોર્ટ કોર્ટમાં રજૂ ન કરાતા મામલાની વધુ સુનાવણી માટે કોર્ટએ આગામી તારીખ 2 ફેબ્રુઆરી નક્કી કરી છે.
ફરિયાદી નવનીત બાલધિયા (Navneet Baldhia)પણ કોર્ટમાં હાજર
જામીન અરજીની સુનાવણી દરમિયાન કેસના ફરિયાદી નવનીત બાલધિયા (Navneet Baldhia) પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. પોલીસ રિપોર્ટ સબમીટ ન થવાના કારણે કેસમાં મુદત પડ્યાનું જાણવા મળ્યું છે.
