Bhavnagar News:બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં SIT તપાસ દરમિયાન વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તળાજા તાલુકાના કોડિયા ગામના રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી (Accused)ને ગઈકાલે રાત્રે મેડિકલ ચેકઅપ માટે ભાવનગર લઈ જવામાં આવ્યો હતો.
મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પોલીસે અગાઉ આઠ આરોપીઓ (Accused)ની ધરપકડ કરી હતી. ભાવનગર રેન્જ IG એ ઘટનાની તપાસ માટે 5 જાન્યુઆરીએ SIT ટીમની રચના કરી હતી. SIT ટીમે અગાઉ ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ (Accused)ને પૂછપરછ માટે કોર્ટમાંથી કસ્ટડીમાં લીધા હતા.
આરોપીને (Accused) મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો
રિમાન્ડ પર રહેલા આરોપીઓ (Accused)ની પૂછપરછ દરમિયાન, SIT ટીમે પહેલા કાના ભીખા કામલીયા અને પછી સંજય ચાવડાની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે, SIT એ આ ઘટનાના સંદર્ભમાં દિનેશ ઉર્ફે દાદુ લોમા સોલંકી નામના અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેને ગઈકાલે મોડી રાત્રે મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સુરતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શરૂઆતના આઠમાં આ ત્રણ ધરપકડો ઉમેરાતાં, SIT તપાસમાં હવે કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બગદાણા હુમલાની ઘટનામાં, શરૂઆતમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં નાજુ કામલીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વીરેન્દ્ર પરમાર, સતીશ વનાળીયા, ભાવેશ સેલાળા, વીરુ સઇડા અને પંકજ મેર. ત્યારબાદ, SIT ટીમની રચના કરવામાં આવી. SIT તપાસમાં કાના ભીખા કામલીયા, ત્યારબાદ સંજય ચાવડા અને ગઈકાલે રાત્રે દિનેશ ઉર્ફે દાદુ લોમા સોલંકીની ધરપકડ કરવામાં આવી.
આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !
આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને
આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં
