Breaking News/ બાલધિયા હુમલા કેસમાં શનિવારે ખાખીની મેરેથોન પૂછપરછ, આજે નવનીત બાલધિયા રેન્જ IG સમક્ષ હાજર!

ભાવનગરના બગદાણાના Navneet Baldhiya હુમલા કેસમાં SIT એક્શનમાં છે. બે PI ની 9 કલાક પૂછપરછ બાદ આજે નવનીત બાલધિયાનું નિવેદન લેવાઈ રહ્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Navneet Baldhiya

Navneet Baldhiya Case Update : ભાવનગરના બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કર્યા બાદ, આજે ખુદ નવનીત બાલધિયાને નિવેદન નોંધાવવા માટે ભાવનગર રેન્જ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યો છે.

SIT ની કડક કાર્યવાહી

Navneet Baldhiya પર થયેલા હુમલાના કેસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાને પગલે SIT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ મામલે ગત શનિવારે બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની SIT દ્વારા 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, આજે ભોગ બનનાર નવનીત બાલધિયા પોતે રેન્જ આઈજી ઓફિસ ખાતે હાજર થયો છે, જ્યાં SITના અધિકારીઓ તેની પાસેથી હુમલાના ઘટનાક્રમ અને જવાબદારો અંગે વિગતવાર નિવેદન લઈ રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હિંસક હુમલા બાદ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કેસમાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવતા મામલો ગરમાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારે SIT ની રચના કરી છે. હવે જોવાનું એ રહેશે કે 9 કલાકની PI ની પૂછપરછ અને નવનીતના નિવેદન બાદ કયા મોટા માથાઓના નામ બહાર આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !

આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં