Ahmedabad News/ રાજ્ય પોલીસ વડાએ કસોટી કેન્દ્રની વ્યવસ્થા તપાસી

State Police Chief એ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને તેમની સમગ્ર ટીમને ઉત્તમ આયોજન અને પારદર્શક પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા

Gujarat Ahmedabad
State Police Chief

Ahmedabad News : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ (State Police Chief) વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા (State Police Chief) દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય પોલીસ વડા (State Police Chief) એ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા

રાજ્યના પોલીસ વડા (State Police Chief) ડૉ. રાવે જણાવ્યું હતું કે, સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની SOP (Standard Operating Procedure) મુજબ અત્યંત સુચારૂ રીતે ચાલી રહી છે. ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓ સરાહનીય છે.

રાજ્યના પોલીસ વડાએ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને તેમની સમગ્ર ટીમને ઉત્તમ આયોજન અને પારદર્શક પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


આ પણ વાંચો : યુપી પોલીસ ભરતી પરીક્ષા રદ, 6 મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે

આ પણ વાંચો : PSI ભરતી પરીક્ષાની પસંદગી યાદી નવેમ્બરમાં જાહેર થશે, હાઇકોર્ટે વર્ષ 2025-26 માટે પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું

આ પણ વાંચો : બિન હથિયારી PSI પોલીસ ભરતી; લેખિત પરીક્ષાની તારીખ જાહેર: ઉમેદવારો માટે કરાઈ મહત્વપૂર્ણ જાહેરાત