કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યાં. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કારો માટે મૃતદેહોની લાંબી કતારો લાગી હતી તો બીજી તરફ સ્મશાનોમાં લાકડાઓ ખુટી પડ્યાં હતા. આમ કોરોના પ્રકોપ સામે સ્મશાન ગૃહો પણ હાંફી ગયા હતાં. ત્યારે આવી દુઃખદ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે ભાવનગરના ચિત્રા સ્મશાન ગૃહ દ્વારા સંભવીત ત્રીજી લહેરને પગલે દુ:ખી મને પણ તૈયારીઓ કરી છે.

- દુઃખી મને પણ કરવી પડતી તૈયારી
- સ્મશાન ગૃહમાં વધારાઈ વ્યવસ્થા
- ચિમની અને સગડીનું પણ કરાયું સમારકામ
લાકડાઓનાં મસમોટા જથ્થા સાથે ચાલી રહેલા ચિમની અને સગડીના સમારકામ પણ કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા સ્મશાન ગૃહ મોક્ષ મંદિરમાં દુખી મને પણ કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. કોરોના નામનો દૈત્ય અનેક લોકોને પોતાના ભરડામાં લઈ ચુક્યો છે. અને અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે આવા મૃતાત્માઓને સ્મશાન ગૃહો બહાર લાંબી લાઈનોમાં થોભવાનો વારો આવ્યો હતો.

સમયની થપાટ એવી હતી કે, સ્મશાનોમાં લાકડાઓ ખુટી પડ્યાં હતાં, તો કેટલાંક સ્મશાનોની ચિમની રાત-દિવસ સળગીને પિગળી ગઈ હતી. ત્યારે ભાવનગરના મોક્ષ મંદિર સ્મશાન ગૃહ દ્વારા સંભવીત ત્રીજી લહેરને પગલે આગવું આયોજન કરાયું છે. જેમાં લાકડાઓના સ્ટોકથી માંડીને ભઠ્ઠીઓનું સમારકામ અને સ્મશાન ગૃહમાં પીવાના પાણી સંબધીત તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરી છે.

ભાવનગરના ચિત્રા સ્મશાન ગૃહના સંચાલકોનું કહેવું છે કે, આ તૈયારીઓ ખરેખર તો દુ:ખી મને કરવી પડી રહી છે. સાથે જ લોકોને સંભવીત ત્રીજી લહેરને પગલે સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે.
મેઘરાજા કરો મહેર / ઉત્તર ગુજરાતમાં કોરું ધાકોર, ખેડૂતો જોઈ રહ્યાં છે વરસાદની વાટ
મહત્વનો નિર્ણય / રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર થી 50 ટકા કેપેસિટી સાથે થશે શરૂ
