Gujarat News : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ લોકરક્ષક કેડરની કુલ-૧૨૦૦૦ જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરેલ છે. જાન્યુઆરી – ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન યોજવામા આવેલ શારીરિક કસોટીમાં ૧૦,૭૩૦૦0 જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરના ઉતિર્ણ થયેલ કુલ- ૨,૪૭,૮૦૩ ઉમેદવારોની આ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ-૮૨૫ શાળાઓમાં CCTV નિગરાની હેઠળ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ થી ડાઉનલોડ કરવાનું શરૂ થયેલ છે.
આ પરીક્ષા પારદર્શક રીતે યોજાય અને કોઇપણ જાતની ગેરરિતી ન થાય તે માટે ૮૦૦૦ થી વધુ પોલીસ અધિકારી / કર્મચારીઓ અને ૧૮૦૦૦ થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.
લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, રાજય ભરતી કંટ્રોલરૂમ, કરાઇ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે અને પોલીસ એસ્કોર્ટ રાખવામાં આવેલ છે.
સરકારના ગૃહવિભાગના તા.૦૭/૦૨/૨૦૨૪ના જાહેરનામાં ક્રમાંક: GHG/21/2024/MHK/1010/ 1393/C अन्वयेना परीक्षा नियम अनुसार परीक्षा OMR પધ્ધતિમાં હશે અને ૨૦૦ પ્રશ્નો, ૨૦૦ ગુણ, સમય ૩ કલાકનો રહેશે. જેમાં Part-A માં ૮૦ પ્રશ્નો. ૮૦ ગુણ અને Part-B માં ૧૨૦ પ્રશ્નો. ૧૨૦ ગુણ હશે. પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે.તમામ શહેર / જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓ / રેન્જ વડાશ્રીઓના સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP / SP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.
પરીક્ષા ૦૯/૩૦ થી ૧૨/૩૦ સુધી છે. પરંતુ, પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક /ફોટોગ્રાફ વેરીફીકેશન કરવાનું હોવાથી કોલલેટરમાં ૦૭/૩૦ વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવેલ છે. જેથી ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જાય તે હિતાવહ છે. ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે અત્રેથી એસ.ટી. વિભાગને વિનંતી કરવામાં આવેલ અને તેને ધ્યાને લઇ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.૧૪/૦૬/૨૦૨૫ અને તા.૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે અને ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ એસ.ટી. નિગમ દ્વારા એડવાન્સમાં એકસ્ટ્રા બસ સર્વીિસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે રસ્તા પહોળા કરવાના 11 કામ માટે 467.50 કરોડ ફાળવ્યા
આ પણ વાંચો: અમદાવાદના સૌથી જૂના રેલ્વે ઓવરબ્રિજને નવો બનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂ.220 કરોડ ફાળવ્યા
આ પણ વાંચો: ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સીએમે કર્યુ ઉદઘાટન
