દેવભૂમિ દ્વારકા જિલ્લાએ એક મહિલાને ભારતીય નાગરિકતા આપી.અંગાજિત 20 વર્ષ પહેલા ભારતીય મહિલાએ પાકિસ્તાનના યુવક સાથે લગ્ન કર્યા હતા.બાદમાં મહિલાના પતિનું અવસાન થતા મહિલાએ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી.જેને ધ્યાનમાં રાખતા દ્વારકા જિલ્લા કલેક્ટરે હસીનાબેન નામની મહિલાને ભારતનું નાગરિકત્વ અપાયું.હસિનાબેન આમ તો ભારતીય નાગરિક જ હતા અને તેઓ ભાણવડના વતની હતા.
દ્વારકાના કલેક્ટરે નરેન્દ્ર મીણાએ પોતાના ટ્વીટર ઉપર એક ટ્વીટ કરીને એક ફોટો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, અરજદાર હસીનાબેન અબ્બાસઅલી વરસારીયાને ભારતીય નાગરિકતાનું પ્રમાણ પત્ર આપવામાં આવે છે. આ સાથે જ તેમણે હસીનાબેનનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.
હસીનાબેન મૂળ દ્વારકા જિલ્લાનાં નિવાસી હતા. તેમણે 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યાં એટલે તેમની નાગરિકતા પાકિસ્તાનની થઇ ગઈ હતી. તેમના પતિનાં મોત બાદ તેઓ ફરીથી અહીં રહેવા આવ્યાં.
પરંતુ તેમના લગ્ન પાકિસ્તાનમાં જ્યારે થયા ત્યારે તેમને પાકિસ્તાની નાગરિકત્વ મળ્યું હતું, જોકે તેમના પતિના અવસાન બાદ બે વર્ષ પહેલા તેમણે ભારતના નાગરિકત્વ માટે અરજી કરેલી હતી. જેને લઇ દ્વારકાના કલેક્ટર ડો. નરેન્દ્ર કુમાર મીણા દ્વારા બુધવારે તેમને ભારતનું નાગરિકત્વ એનાયત કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
