Ahmedabad News/ હેરિટેજ સિટીના દરવાજા સમાન સુભાષ બ્રિજમાં તિરાડો દેખાઈ

અમદાવાદના સુભાષ બ્રિજ માટે પુલ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને નિષ્ણાતો બધી બાજુથી નિરીક્ષણ કરીરહ્યાછે પ્રારંભિક તપાસમા મળ્યું છે કે ફક્ત એક જ સ્પાનનેનુકસાન થયુંછે

Top Stories Ahmedabad Gujarat Breaking News
સુભાષ બ્રિજમાં તિરાડો દેખાઈ

Ahmedabad News: અમદાવાદના સૌથી વ્યસ્ત પુલો પૈકીના એક અને હેરિટેજ સિટીના પ્રવેશદ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર સ્પાનના એક ભાગ પર તિરાડો પડવાની ઘટના બાદ, પુલ નીચે થયેલા નુકસાનનું પ્રમાણ સ્પષ્ટ થઈ ગયું છે. પુલના નીચેના ભાગમાં ઈન્સપેક્સન દરમિયાન તિરાડો દેખાઈ છે.

સુભાષ બ્રિજ નિરીક્ષણ દરમિયાન દેખાઈ તીરાડો 

સુભાષ બ્રિજના (Subhash Bridge) જે ભાગમાં સ્પાન તૂટી પડ્યો છે તેમાં નીચેના ભાગમાં તિરાડો પડી ગઈ છે.પુલનો ત્રીજો સ્પાન તૂટી પડ્યો છે. પુલ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને પુલ નિષ્ણાતો બધી બાજુથી નિરીક્ષણ કરી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પુલના ફક્ત એક જ સ્પાનને નુકસાન થયું છે. જોકે, મોરબી અને ગંભીરા પુલ પર થયેલી દુર્ઘટનાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખની ટીકાને ધ્યાનમાં રાખીને, સુભાષ બ્રિજના તૂટી ગયેલા સ્પાન અને અન્ય સ્પાનનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાઇન કન્સલ્ટન્ટ પેનલ ઉપરાંત, SVNIT અને વિવિધ નિષ્ણાત સમિતિઓ પાસેથી પણ મદદ માંગવામાં આવી રહી છે.

માહિતી  અનુસાર, સુભાષ બ્રિજના જે સ્પાનમાં તિરાડો પડી ગઈ હતી અને તે નીચે પડી ગયો હતો તેને બદલવામાં આવ્યો છે. વિવિધ નિષ્ણાતો દ્વારા સ્પાન અને થાંભલા સહિત સમગ્ર બ્રિજ માળખાનું અલગ-અલગ નિરીક્ષણ કર્યા પછી, જો એક ક્ષતિગ્રસ્ત સ્પાન સિવાય અન્ય કોઈ સમસ્યા ન મળે, તો ફક્ત ખામીયુક્ત ભાગને બદલવામાં આવશે. પુલના અન્ય સ્પાનનું નિરીક્ષણ કર્યા પછી નિર્ણય લેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સુભાષ બ્રિજ પાસે જુગાર ધામ પર PCBની મોટી કાર્યવાહી, 18 આરોપીઓની કરાઈ ધરપકડ