Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક વર્ષના બેન બાદ IPL માંથી પણ સ્મિથ-વોર્નરનું પત્તું થયું કટ

જોહનિસબર્ગ, છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વ ક્રિકેટમાં ચર્ચાઈ રહેલા બોલ ટેમ્પરિંગના વિવાદમાં આખરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આ મામલે સખ્ત કાર્યવાહી કરતા સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે BCCI દ્વારા પણ આ બંને ક્રિકેટરો પર બેન મુક્યો છે. BCCI દ્વારા કરવામાં આવેલા […]

Top Stories

જોહનિસબર્ગ,

છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વ ક્રિકેટમાં ચર્ચાઈ રહેલા બોલ ટેમ્પરિંગના વિવાદમાં આખરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આ મામલે સખ્ત કાર્યવાહી કરતા સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે BCCI દ્વારા પણ આ બંને ક્રિકેટરો પર બેન મુક્યો છે.

BCCI દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ, સ્ટિવન સ્મિથ રાજસ્થાન રોયલ્સ અને ડેવિડ વોર્નર સનરાઈઝ હૈદરાબાદ તરફથી IPL-૧૧ની સિઝનમાં રમી શકશે નહીં અને આ ખેલાડીઓની જગ્યાએ બીજા પ્લેયર્સને રિપ્લેસ કરવામાં આવશે.

આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝ હૈદરાબાદ ટીમને સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નરના રિપ્લેસમેન્ટ ખેલાડીઓ આપવામાં આવશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ સિઝનમાં બંને ખેલાડીઓને રમવા માટેની અનુમતિ આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, બુધવાર જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવતા સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જયારે ઓપનર બેટ્સમેન કેમરોન બેન્ક્રોફટને પણ ૯ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા પણ IPL-૧૧ની સિઝનમાં સ્મિથ અને વોર્નરના રમવા અંગે નિર્ણય લઇ શકે છે. પરતું સુત્રો દ્વારા પ્રાપ્ત અનુસાર, સજાના એલાન બાદ સ્ટિવન સ્મિથ અને ડેવિડ વોર્નર આઈપીએલ ૨૦૧૮માં રમવા માટે ઈચ્છુક નથી.

ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ખેલાડીઓ કહેવાતા સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ તેઓ આ વર્ષના અંતમાં રમાનારી ભારત સામેની મહત્વપૂર્ણ શ્રેણીનો ભાગ રહેશે નહિ. નોધનીય છે કે,  ભારત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે. આ ઉપરાંત તેઓ ૧૩ જૂનથી ઈંગ્લેંડ સામે રમાનારી ૫ વન-ડે મેચની શ્રેણીમાં પણ ભાગ લઇ શકશે નહીં. પરંતુ આ બંને ખેલાડીઓ ૨૦૧૯માં ઈંગ્લેંડમાં રમનારા વર્લ્ડકપમાં ભાગ લઇ શકે છે.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટ મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ કાઢતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ ઘટના બાદ સ્ટિવન સ્મિથે પણ માન્યું હતું કે બોલ ટેમ્પરિંગ એ અમારી ટીમનો હિસ્સો હતો અને આ વિવાદમાં અમારા લીડરશીપ ગુરુ પણ શામેલ હતા.

સ્ટિવન સ્મિથના આ નિવેદન બાદ ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરમાં ખૂબ નિંદા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમ દ્વારા પણ ઘટનાને શરમજનક માનવામાં આવી હતી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ વિવાદ અંગે જરૂરી નિર્ણાયક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

જો કે આ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરતા સ્મિથને ટીમના કેપ્ટન પદેથી તેમજ ડેવિડ વોર્નરને વાઈસ-કેપ્ટનના પદેથી હટાવવામાં આવ્યા હતા તેમજ ICC દ્વારા પણ સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો. જયારે કેમરોન બેન્ક્રોફટને પણ આ વિવાદના બદલે ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા અને મેચ ફીના ૭૫ ટકાનો દંડ ફટકાર્યો હતો.

આ ઉપરાંત વિવાદ અંગે IPL ૧૧ની સિઝન માટે સ્ટિવન સ્મિથને રાજસ્થાન રોયલ્સના અને ડેવિડ વોર્નરને સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદેથી પણ હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે.