Gandhinagar News: 24 અને 25 જુલાઈના રોજ ગાંધીનગર (Gandhinagar) શહેર અને તાલુકામાં પાણી પુરવઠો બંધ રહેશે. ગુજરાત (Gujarat) પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા કચેરીએ આ જાહેરાત કરી છે.
તાજેતરમાં પાણી પુરવઠા બોર્ડના ગાંધીનગર કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગ્ર સચિવ અને અગ્ર સચિવ શહેરી વિકાસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને તેમાં પાણી પુરવઠા બોર્ડ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ગાંધીનગર તાલુકાના નાભોઈ પમ્પિંગ સ્ટેશન પર નવા પમ્પિંગ મશીનો સ્થાપિત કરવામાં આવશે. આ સાથે, ગાંધીનગર શહેર અને તાલુકા માટે NC-14 યોજના હેઠળ ચરેડી હેડવર્ક્સ ખાતે વાલ્વ રિપ્લેસમેન્ટનું કામ કરવામાં આવશે.
આ ઉપરાંત, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર શહેર માટે ૨૪X૭ પાણી વિતરણ પ્રોજેક્ટ માટે ચરેડી હેડવર્ક્સ ખાતે સંપાનના આંતરિક જોડાણનું કામ પણ કરવામાં આવશે. આ તમામ કામો પૂર્ણ થયા પછી, પાણી પુરવઠો સામાન્ય રીતે ફરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન
આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
