Not Set/ તિરુપતિ બાલાજી મદિરમાં ૧૦૦ કરોડનું કૌભાંડ: મુખ્ય પુજારીને હટાવવામાં આવ્યા

ભારતના સૌથી અમીર મંદિરોમાંના એક વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં ગોટાળો થયો હોવાના આરોપો લાગ્યા છે. હાલના મંદિર પ્રશાસન પર કરોડો રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપો લગાડવામાં આવ્યા છે. આ આરોપોના કારણે મંદિરના મુખ્ય પુજારીને હટાવી દેવામાં આવ્યા છે. પુજારી રામન્ના દીક્ષીતુલુએ આરોપ લગાવ્યો હતો કે તિરુપતિ મંદિર પ્રશાસન મંદિરમાં આવતા ચડાવાનો દુરુપયોગ કરે છે. મુખ્ય […]

Top Stories India

ભારતના સૌથી અમીર મંદિરોમાંના એક વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં ગોટાળો થયો હોવાના આરોપો લાગ્યા છે.
હાલના મંદિર પ્રશાસન પર કરોડો રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપો લગાડવામાં આવ્યા છે. આ આરોપોના કારણે મંદિરના મુખ્ય
પુજારીને હટાવી દેવામાં આવ્યા છે. પુજારી રામન્ના દીક્ષીતુલુએ આરોપ લગાવ્યો હતો કે તિરુપતિ મંદિર પ્રશાસન મંદિરમાં આવતા
ચડાવાનો દુરુપયોગ કરે છે.

મુખ્ય પુજારી રમન્નાએ આન્ધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. મંદિર બોર્ડના સદસ્યો સીએમ દ્વારા પસંદ કરવામાં
આવે છે. રમન્નાનો આરોપ છે કે મંદિરનું રસોઈઘર કે જ્યાં હજાર વર્ષથી પ્રસાદ બનવવામાં આવતો હતો, તેને તોડીને કરોડોની
કિંમતના ઝવેરાત ગાયબ કરી દેવામાં આવ્યા છે.

પુજારી  રમન્નાએ આરોપ લગાવ્યો કે તિરુપતિ મંદિરના ૧૦૦ કરોડ ચંદ્રબાબુ નાયડુએ મંદિરના નિયમ વિરુદ્ધ પોતાના
રાજનીતિક ફેસલા માટે ખર્ચ કરવી દીધા. આ આરોપ બાદ પુજારી રમન્નાને હટાવી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આ મંદિરમાં ગરીબોની સાથે મોટા મોટા વેપારીઓ, ફિલ્મી સિતારાઓ અને રાજનેતાઓ દર્શન માટે આવે છે.
તિરુપતિ મંદિર આટલું પ્રખ્યાત હોવા પાછળ ઘણી કથાઓ અને માન્યત્યાઓ જોડાયેલી છે.

માન્યતા છે કે તિરુપતિ બાલાજી આ મંદિરમાં પોતાની પત્ની પદ્માવતી સાથે તિરુમાલામાં રહે છે. તિરુપતિ બાલાજીના
મુખ્યાદાર્વાજાની ડાબી બાજુ એક લાકડી છે, કહેવામાં આવે છે કે આ લાકડી દ્વારા બાળ રૂપમાં બાલાજીને પીટવામાં આવ્યા હતા,
જેના કારણે એમને વાગ્યું પણ હતું. માન્યતા છે કે એક વાર બાલાજીને ઘા પર લોહી આવ્યું હતું, ત્યારબાદ બાલાજીની પ્રતિમાના ઘા
પર ચંદન લગાવવાનું ચલણ ચાલુ થયું.