Not Set/ આરએસએસ ની શસ્ત્ર પૂજા: નાગપુર પોલીસને પણ નથી ખબર, સંઘ પાસે કેટલી બંદુક અને તલવાર છે

  નાગપુર પોલીસ આ વાતથી અજાણી છે કે આરએસએસ ની શસ્ત્ર પૂજામાં દેખાતી બંદુકો અને તલવારોનું ખુલેઆમ પ્રદર્શન માટે  આરએસએસ કોઈની પરવાનગી લે છે કે નહીં? દર વર્ષે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજા કરતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના ફોટા ઘણા લોકોએ જોયા હશે. દશેરાના પર્વ પર તલવાર, બંદુક, ભાલા, સમેત ઘણા ખતરનાક […]

Top Stories India

 

નાગપુર પોલીસ આ વાતથી અજાણી છે કે આરએસએસ ની શસ્ત્ર પૂજામાં દેખાતી બંદુકો અને તલવારોનું ખુલેઆમ પ્રદર્શન માટે  આરએસએસ કોઈની પરવાનગી લે છે કે નહીં?

દર વર્ષે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજા કરતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના ફોટા ઘણા લોકોએ જોયા હશે. દશેરાના પર્વ પર તલવાર, બંદુક, ભાલા, સમેત ઘણા ખતરનાક આધુનિક હથિયારોની પૂજા કરતા નરેન્દ્ર મોદીના ફોટા પણ મીડિયામાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ખભા પર ટોપ લઈને ચાલતા આરએસએસ નું ગ્રુપ પણ આપને ફોટામાં જોયું જ હશે.

જગજાહેર છે કે બીજેપીનું પિતૃસંગઠન દર વર્ષે દશેરા પર થનાર પૂજા માટે શાસ્ત્રોનો મેળ કરે છે. જેમાં આધુનિક બંદુક અને ગન પ્રદર્શિત કરવામાં આવે છે. સવાલ એ છે કે આખરે હથિયાર ક્યાંથી લાવવામાં આવે છે? પૂજા બાદ આ હથિયારોને જમા કોની પાસે કરવામાં આવે છે? શું આ હથિયારોને આરએસએસ ના કોઈ વડા પાસે જમા કરાવવામાં આવે છે કે નાગપુરના આરએસએસ ના મુખ્યાલયમાં સાચવવામાં આવે છે?

ચોકાવનારી વાત તો એ છે કે નાગપુર જ્યાં આરએસએસ નું મુખ્યાલય સ્થિત છે, ત્યાં પોલીસને કોઈ જાણકારી નથી કે આરએસએસ ની હથિયાર પુજાના લાયસન્સ કોની પાસે છે? તેમનું લાયસન્સ લેવામાં પણ આવે છે કે નહિ? એટલું જ નહિ, નાગપુર પોલીસ આ વાતની પુષ્ટ કરે છે કે આરએસએસ આ શાસ્ત્ર પ્રદર્શન માટે પરવાનગી લે છે કે નહિ?