1 death/ મેળામાં ડ્રેગન ઝૂલો તૂટી પડતા યુવતીનું કરૂણ મોત

થોડા મહિના બાદ યુવતીના લગ્ન થવાના હતા

Top Stories India

Bihar News : બિહારના મોતીહરી જીલ્લામાં ડ્રેગન ઝુલો તુટી પડતા એક યુવતીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ યુવતી ગંભીરપણે ઘાયલ થઈ હતી. કલ્યાણપુર થાણા વિસ્તારના ખટોલવામાં કેટલાક દિવસથી એક મહાયજ્ઞ થઈ રહ્યો છે.જેને કારણે ત્યાં મેળો ભરાયો છે.જેમાં અલગ અલગ ઝુલા પૈકી ડ્રેગન ઝુલો તુટી પડતા યુવતીનું મોત થયું હતું.

પરિવારજનોનો આરોપ છે કે ઝુલા સંચાલકની લાપરવાહીને કારણે આ બનાવ બન્યો હતો. મેળાનું આકર્ષમ વધારવા માટે લગાવાયેલા વિવિધ પ્રકારના ઝુલા પૈકી ડ્રેગન ઝુલો ચાલુ હતો ત્યારે તે તૂટી પડ્યો હતો. માહિતી મુજબ ડ્રેગન ઝુલા ચાલતો હતો ત્યારે એક બીજા સાથે ટકરાતા તૂટીને નીચે પડ્યો હતો. જેમાં સવાર ચાર યુવતીઓ નીચે પકડાતા ગંભીરપણે ઘાયલ થઈ હતી. જેમાં એક યુવતીનું મોત નીપજ્યુ હતું. આ યુવતીના કેટલાક મહિના બાદ લગ્ન થવાના હતા.

આ બનાવને પગલે મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. મૃતક યુવતીની ઓળક પ્રિયા કુમારી તરીકે થઈ છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ યુવતીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

બનાવની જાણ થતા કલ્યાણપુર થાણાના પોલીસ તથા ચકીયા ડીસીપી સત્યેન્દ્ર કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આ અંગે મડકના પરિવારજનોને મળીને વાસ્તવિકતા જણાવી હતી. ઉપરાંત અધિકારીઓને તપાસ કરવા જણાવ્યું હતું. પરિવારજનોએ મેળા અને ઝુલા સંચાલક તથા પોલીસ પ્રશાસન પર લાપરવાહીનો આક્ષેપ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના