Rajkot News/ રાજકોટમાં હેલ્મેટ માટે સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ, કહ્યું પહેલા ખાડા દૂર કરો

હેલ્મેટ અંગે અમલવારી માટે (આઠમી સપ્ટેમ્બર) પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂકરી છે

Gujarat Rajkot

Rajkot News : ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સરકારને કરેલા આદેશ બાદ ગૃહ વિભાગ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ ફરજિયાતની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં સોમવારથી હેલ્મેટ અંગે અમલવારી માટે (આઠમી સપ્ટેમ્બર) પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂકરી છે. શહેરના રાજમાર્ગો તેમજ અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસે હેલ્મેટ અંગેની ડ્રાઈવની કામગીરી હાથ ધરી હતી.

બીજીતરફ લોકોએ આ સ્પેશિયલ ડ્રાઈવ સામે રોષ ઠાલવ્યો છે. લોકોનું કહેવું છે કે,’સરકાર દ્વારા પહેલા શહેરના રસ્તા પરથી ખાડાઓ દૂર કરાવો અને તેને વાહનચલાવવા માટે યોગ્ય બનાવો, બાદમાં હેલ્મેટ જેવા કાયદાનું પાલન કરાવે.’ પોલીસે રાજકોટના યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ અને કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ પર ટ્રાફિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં વાહનચાલકોએ હેલ્મેટ પહેરી ન હોય તો તેમને દંડ ફટકારવાની કામગીરી કરાઈ હતી. આ કાર્યવાહીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘સરકારે હેલ્મેટ ફરજિયાત કર્યા પહેલા શહેરના રસ્તા પરના ખાડાઓનું સમારકામ કરવું જોઈએ, એમ લોકોનું કહે જ્યારે કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે, ‘ગરમી અને ભેજવાળા વાતાવરણમાં હેલ્મેટ પહેરવું શક્ય નથી.

આ ઉપરાંત હેલ્મેટ પહેરવાથી સાઈડમાં જોવું મુશ્કેલ બને છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે.’રાજકોટમાં સ્પેશિયલ હેલ્મેટ ટ્રાઈવ અંગે ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) હરપાલસિંહ જાડેજા જણાવ્યું હતું કે, ‘વર્ષ 1988થી હેલ્મેટનો કાયદો અમલમાં છે, પરંતુ ઘણાં લોકો તેનું પાલન કરતા નથી. અકસ્માતના મોટાભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલ્મેટ આવી ઈજાઓથી બચાવી શકે છે.

બાઈક પર પતિ-પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે. અમારી આ પહેલનો હેતુ લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC/ST ક્વોટાનો મામલો ગંભીર છે, પરંતુ અનામતનો આદેશ આપી શકાતો નથી; સુપ્રીમ

આ પણ વાંચો:મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત, 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે

આ પણ વાંચો:હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત