Bharuch news/ ભરૂચ વાગરાના સાંચણ પાસે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું મોત

ભરૂચ વાગરાના સાંચણ પાસે માર્ગ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. અકસ્માતમાં હેઝાર્ડ વેસ્ટ ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે ટ્રક ડ્રાઇવર પાછળ કામ કરતાં ટ્રક ડ્રાઇવરનું ઘઠનાસ્થળે મોત થયું છે. પૂરઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા આ ઘટના બની છે.

Gujarat Others Breaking News

Bharuch News: ભરૂચ વાગરાના સાંચણ પાસે માર્ગ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. અકસ્માતમાં હેઝાર્ડ વેસ્ટ ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે ટ્રક ડ્રાઇવર ટ્રકની પાછળ કામ કરી રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવતી કારને અંધારામાં ટ્રક ન દેખાતા તે ટ્રક સાથે અથડાતા આ ઘટના બની હતી.

મોડી રાત્રે ટ્રક પાછળ કામ કરતાં ટ્રક ડ્રાઇવર આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. પૂરઝડપે આવતી કાર રાત્રે ટ્રકને જોઈ ન શકતાં આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે યુવાનો પણ આ અકસ્માતમાં ગંભીરપણે ઘવાયા હતા. બંને યુવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નજરે જોનારાઓના જણાવ્યા મુજબ ટ્રક ડ્રાઇવર ટ્રકની પાછળ દોરડું બાંધી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ડ્રાઇવર ટ્રક અને કારની વચ્ચે ફસાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. આ અકસ્માતમાં કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બનાવની જાણ થવાના પગલે પોલીસ તરત દોડી આવી હતી. તેણે પંચનામુ કરીને ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અકસ્માતની ઘટનાના પગલે તરત જ સ્થાનિકોનો ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. તેઓએ 108ને બોલાવી આપી હતી અને બે ઇજાગ્રસ્ત યુવાનોને કારમાંથી કાઢ્યા હતા અને 108 તેમને તાત્કાલિક સારવાર આપીને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ ગઈ હતી.

પોલીસે કાર બેફામ સ્પીડે ચલાવવા બદલ કારચાલક યુવાનો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં તો યુવાનો સારવાર હેઠળ છે. પોલીસ આ ઉપરાંત ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ છે કે નહીં તે પણ ચકાસી રહી છે. વાહન ચલાવનાર યુવાનોએ કોઈ નશાકારક પદાર્થ પીધો હતો કે નહીં તેની પણ પોલીસ ચકાસણી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bharuch news/ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ, નર્મદામાં રાતે પ્રતિ સેકન્ડે 1.26 કરોડ લીટર પાણી વહેશે

આ પણ વાંચો: Bharuch news/ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણનું ઘર્ષણ ખુલ્લેઆમ સામે આવ્યું

આ પણ વાંચો: Bharuch news/ભરૂચ: અંકલેશ્વરમાં 3 યુવાનો પર વીજળી પડી, એકનું મોત