Gujarat Local Body Election 2026/ રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો તેજ પ્રચારઃ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરશે રોડ શો

Rajkot News:  રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારે ગરમી પકડી છે. રાજકોટને શેકી નાખતી ગરમી અને ચૂંટણીની ગરમી વચ્ચે જાણે કોણ સૌથી વધારે પડે તેવી હરીફાઈ ચાલી રહી છે. શાસક પક્ષ ભાજપ વિપક્ષના છોતરા કાઢી રહ્યો છે તો વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ શાસક પક્ષ પર પ્રહાર કરી રહી છે. શાસક પક્ષના ચૂંટણી પ્રચારને […]

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:  રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારે ગરમી પકડી છે. રાજકોટને શેકી નાખતી ગરમી અને ચૂંટણીની ગરમી વચ્ચે જાણે કોણ સૌથી વધારે પડે તેવી હરીફાઈ ચાલી રહી છે. શાસક પક્ષ ભાજપ વિપક્ષના છોતરા કાઢી રહ્યો છે તો વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ શાસક પક્ષ પર પ્રહાર કરી રહી છે. શાસક પક્ષના ચૂંટણી પ્રચારને વધારે ધાર આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં પ્રચાર કરવાના છે.

આ માટે હર્ષ સંઘવી રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં રોડ શો કરવાના છે. આ રોડ શો શહેરની મધ્યમાં ત્રિકોણબાગમાંથી શરૂ થશે. સાગણવા, ચોક, સોની બજાર, પેલેસ રોડ વિસ્તારમાં આ રોડ શો કરવામાં આવનાર છે. આ રોડ શોમાં મોટાપાયા પર જનમેદની ઉમટશે તેમ માનવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રીના રોડ શોને લઈને રાજકોટનું પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. રાજકોટ મનપાની 72 બેઠક પર આ ચૂંટણી યોજાઈ રહી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના દરિયાપિર વિધાનસભા મતવિસ્તારમાં ઘીકાંટા વિસ્તારમાં વિશાળ જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું કે કોંગ્રેસના શાસનમાં અમદાવાદ લતીફ જેવા દાણચોરોના કબ્જામાં હતુ, કોમી રમખાણોને આધીન હતુ, ભગવાન જગન્નાથની રથયાત્રા સુરક્ષિત ઘેરામાં કાઢવી પડતી હતી, નવરાત્રિ જેવા તહેવારોની ઉજવણી મુશ્કેલ કરી દેવામાં આવી હતી. જ્યારે ભાજપના શાસનમાં અમદાવાદ અમદાવાદીઓનું છે, કોમી રમખાણમુક્ત છે, બધે જ શાંતિ છે, ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિથી નીકળે છે. નવરાત્રિ પર કોઈ પ્રતિબંધ નથી.

“જય શ્રી રામ” ના નારા સાથે ચૂંટણી સભાની શરૂઆત કરતા, સંઘવીએ દરિયાપુરના લોકોનો આભાર માન્યો. જૂના દિવસોને યાદ કરતા, સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન, શહેર “લતીફનું અમદાવાદ” તરીકે જાણીતું હતું. આક્રમક સુરક્ષા વાતાવરણ વિશે બોલતા, સંઘવીએ કહ્યું કે એક સમય હતો જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા માટેના રથોને બુલેટપ્રૂફ બનાવવા પડતા હતા. આજે, ભાજપ સત્તામાં છે, અને કોઈની પાસે રથયાત્રા તરફ જોવાની પણ હિંમત નથી. અમે બધા “દાદાઓ” ઘરે લાવ્યા છીએ.NRI સમાચાર

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, “દરિયાપુર માત્ર એક વિધાનસભા મતવિસ્તાર નથી, પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિનો સાક્ષી છે. આ એ જ ભૂમિ છે જ્યાં લોખંડી પુરુષ સરદાર પટેલે પોતાનું સામાજિક જીવન શરૂ કર્યું હતું અને નગરપાલિકા પ્રમુખ બન્યા હતા. અમારું લક્ષ્ય અહીંના મંદિરો, સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાનું અને આધુનિકતા તરફ આગળ વધવાનું છે.”


આ પણ વાંચો: આહવા-ઉચ્છલમાં હર્ષ સંઘવીની જનસભા

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: વડોદરામાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ, હર્ષ સંઘવીનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ