Gujarat Local Body Election 2026/ વડોદરામાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ, હર્ષ સંઘવીનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પ્રચાર શરૂ. Harsh Sanghviએ જનસેવા સંકલ્પ લેવડાવ્યો અને વિકાસના મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, સાથે જ ટિકિટ મુદ્દે અસંતોષ પણ સામે આવ્યો.

Top Stories Gujarat Vadodara
વડોદરામાં પ્રચારનો ધમાકેદાર પ્રારંભ, Harsh Sanghvi મેદાનમાં

Vadodara News: વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચારનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ આજે રાજ્યભરમાં પ્રચાર ગતિમાન બન્યો છે. આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા.

Harsh Sanghviએ ‘જનસેવા સંકલ્પ કાર્યક્રમ’થી પ્રચારની શરૂઆત કરી 

વોર્ડ નં. 1ના ચૂંટણી કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ બુથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તમામ ઉમેદવારોને “જનસેવા સંકલ્પ” લેવડાવ્યો અને ચૂંટણી પ્રચારને વેગ આપ્યો.

વિકાસના મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત

હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ વડોદરાના વિકાસ અંગે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી,શિવજીની પ્રતિમા પાસે ફાઉન્ટન અને લાઈટ શો શરૂ કરાશે.વિદેશમાં પણ ન જોવા મળે એવો શો યોજવાનો દાવો.સમૂહ આરતી માટે વિશેષ આયોજન.રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલો બનાવવાની યોજના.

ટિકિટ મુદ્દે મહિલા કાર્યકરનો સણસણતો સવાલ

વોર્ડ નં. 6માં કાર્યક્રમ દરમિયાન સિંધી સમાજની મહિલા કાર્યકર સ્નેહા લાલવાણીએ ટિકિટ વિતરણ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. સિંધી સમાજની મહિલાઓને ટિકિટ ન મળવાનો પ્રશ્ન,એક જ પરિવારને વારંવાર ટિકિટ આપવાના આક્ષેપ,પોતાનું ફોર્મ સ્વીકારવામાં ન આવ્યું હોવાનો આરોપ,જાહેર કરાયેલા ઉમેદવારો પર કાર્ય ન કર્યાના ગંભીર આક્ષેપ આ મુદ્દે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્ર ચૌહાણ સામે પણ સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

Harsh Sanghvi

તમામ ઉમેદવારોનો સંકલ્પ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જાહેર કરાયેલા 76 ઉમેદવારોને “જનસેવા સંકલ્પ” લેવડાવવામાં આવ્યો. આ સંકલ્પમાં વિકાસ, સંસ્કૃતિ અને વારસાના ગૌરવને પ્રાથમિકતા આપવાનો નિશ્ચય વ્યક્ત કર્યો.

ઉદ્યોગ અને સામાજિક આગેવાનો સાથે બેઠક

હર્ષ સંઘવીએ શહેરના ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝનને સાકાર કરવા ઉમેદવારોને સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરિત કર્યા.

પ્રચાર હવે જોરશોરથી શરૂ

આ કાર્યક્રમ સાથે વડોદરામાં ભાજપના ચૂંટણી પ્રચારનો ઔપચારિક પ્રારંભ થયો છે. હર્ષ સંઘવી વોર્ડ 1, 3 અને 6માં પણ પ્રચાર માટે પહોંચ્યા હતા. હવે તમામ ઉમેદવારો પૂરા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતર્યા છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ‘સરપ્રાઈઝ ફેક્ટર’, નોન-પોલિટિકલ ચહેરાઓ પર પાર્ટીઓનો દાવ

આ પણ વાંચો:‘ભાજપ હંમેશા પ્રજા વચ્ચે, વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે’, રાજકોટમાં જગદીશ વિશ્વકર્માનું નિવેદન

આ પણ વાંચો:કેશોદમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, 12 મહિલા કાર્યકરોએ આપ્યા રાજીનામાં